________________
૭)
શ્રીમદ્ રાજચંદ્ર આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિર્ગથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પર્દર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો .
એ કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો - મંત્ર છે; એમાં “સત્' જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો.