________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૧૮
૧૧૭ ઘણું કરીને ઉત્પન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે.
સદ્વિચારે યથાર્થ આત્મદષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો - સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિતુ
ક્વચિત્ હોય છે; અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાય સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર, વિચારવાન પુરુષ છોડી દઈ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે.