________________
૯૯
ઔષધ જે ભવરોગનાં
૯૯ જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કિંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સન્શાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે.
૧૦૦ જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય,
ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? તેનો વિચાર સુગમ છે.