________________
૭૪
શ્રીમદ્ રાજચંદ્ર XXX રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું; અને દેહધારીરૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે XXX રાજાએ માગ્યું કે હે ભગવાન! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ ‘તથાસ્તુ' કહી સ્વધામ ગત થયા. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી.