________________
૮૫
ઔષધ જે ભવરોગનાં
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે; જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિઃસત્ત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્ત્વ એવા અસલ્શાસ્ત્ર અને અસગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવન જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી.