________________
ઔષધ જે ભવરોગનાં
૮૬ હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે.
८७
વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે.