________________
૮૩
ઔષધ જે ભવરોગનાં પરમશાંત રસ રહસ્યવાક્યમય સન્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.
૮ર
જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુદ્યમી થવું; ન પરમાત્મા પ્રત્યે પણ ઇચ્છા કરવી અને ન મૂંઝાવું. કદાપિ અહંપણું આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો; અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વરાર્પણ કરી દેવું; તથાપિ દીનપણું ન આવવા દેવું. શું થશે? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવું નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં; કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે, તે વિસ્મરણ કર્યા રહેવું; તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમભક્તિ પામ્યાનું ફળ છે.