________________
શ્રીમદ્ રાજચંદ્ર
७८
૭૬ સમ્યક્દશાનાં પાંચ લક્ષણો છે : શમ સંવેગ નિર્વેદ | અનુકંપા આસ્થા ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ'. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંવેગ'. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ! હવે થોભ, એ નિર્વેદ'. માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા'–“આસ્થા'. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા'. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે.