________________
૬૭
ઔષધ જે ભવરોગનાં
૬૮
જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાભ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. દેશ, કાળ, સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને વર્તે છે. માટે વારંવાર, પળે પળે તથા કાર્યો કાર્યો સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે.