________________
શ્રીમદ્ રાજચંદ્ર
४०
૩૭ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવતુ આરાધવા જોગ છે.