________________
શ્રીમદ્ રાજચંદ્ર
૫૮
પ૬ તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક્રદૃષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે સંસારઅર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભાતિગત પરિણામે અસદ્દગુરુ, દેવ, ધર્મને ભજે છે, તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી; માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આરહે જીવ ભજ્યા - કરે, તે પરમાર્થજ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદ્ગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસત્ગુર્નાદિકના આગ્રહથી, માઠા બોધથી, આશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમ જ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે; એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો આકાર છે.