________________
૩૯
ઔષધ જે ભવરોગનાં
નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઈદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઈદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે.