________________
શ્રીમદ્ રાજચંદ્ર
૩૦
૨૮
સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તે સંસારનાં મુખ્ય કારણ પ્રેમબંધન તથા ટ્રેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ - પ્રાપ્ત થતો નથી,
અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહ છે.