________________
શ્રીમદ્ રાજચંદ્ર
३४
૩૧ આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, -ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે; માત્ર કોઈક વિચારવાન અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ્ પદ પ્રત્યે વૃત્તિ થાય છે.