________________
ઔષધ જે ભવરોગનાં
જગતમાં સત્પરમાત્માની ભક્તિ-સતગુરુ-સત્સંગસત્શાસ્ત્રાધ્યયન-સમ્યક્દષ્ટિપણું અને સત્યોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. “ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતસંશોધન કોઈક મહાભાગ્ય સગુરુ અનુગ્રહ પામે છે.