Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 9
________________ અને હૃદય ( અનુભવે ક ‘હસતું ઘર' તમે જોયું છે ? જે ઘરમાં જીવનનો આનંદ અને ધર્મનો ઉલ્લાસ પથરાયેલો હોય, તેવા હસતા તીર્થ બોલે ઘરની આ વાત છે. અમેરિકાના પ્રવાસે જવાનું હોય ત્યારે હંમેશા નોર્થ ન્યૂજર્સીમાં રહેતા ચંદ્રકાંતભાઈ મહેતા અને પ્રવીણાબેન મહેતાને મળવાની તીવ્ર આતુરતા હોય આનું કારણ એ જ કે એમની સાથેનો નિવાસ એ હંમેશાં ઉલ્લાસનો આવાસ બની રહ્યો છે. પતિ અને પત્ની સાથે મળીને જીવન કર્તવ્ય સંપન્ન કરે તે દામ્પત્ય જીવનની પહેલી ભૂમિકા છે, પરંતુ એનાથીય ચડિયાતી ભૂમિકા તો એ છે કે બંને સાથે મળીને સમાન ઉલ્લાસથી ધર્મ અને અધ્યાત્મના માર્ગે ઊર્ધ્વગતિ કરે. જીવનમાં સાથે ચાલનારા આ માર્ગ પણ સહનૌ ગતિ કરે. આવું ચંદ્રકાંતભાઈ અને પ્રવીણાબહેનમાં હંમેશાં જોવા મળ્યું. પ્રવીણાબહેન જ્યારે જ્યારે પ્રવચનમાં આવ્યા હોય ત્યારે પોતાની સાથે નોંધપોથી લાવ્યા હોય અને એમાં જુદાં જુદાં વિચારો નોંધ્યા કરે. આપણે ત્યાં ધાર્મિક પ્રવચનો સાંભળવા આવનાર શ્રોતાઓ હોય છે પરંતુ એમાં વ્યક્ત થયેલા વિચારોને નોંધીને એના પર મનન કરનારી વ્યક્તિઓ વિરલ જ હોય છે અને આવી વિરલ વ્યક્તિઓમાં એક છે પ્રવીણાબહેન. ચંદ્રકાંતભાઈની ધર્મદર્શનના અભ્યાસની ઊંડી લગની તો અનોખી છે અને એના પરિણામરૂપે જ એમણે નિવૃત્તિ પછી કોઈ નવી જવાબદારી સ્વીકારવાને બદલે ધર્મમય પ્રવૃત્તિ કરવાનું પસંદ કર્યું. તેઓ ધર્મરુચિ ધરાવતા ભાવિકોને સ્વાધ્યાય કરાવે છે અને પર્યુષણ પર્વ દરમિયાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 138