Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav Author(s): Pravina Chandrakant Mehta Publisher: Pravina Chandrakant Mehta View full book textPage 7
________________ પણ રંગાયા નથી. પ્રતિદિન પ્રતિક્રમણ-સેવાપૂજા-દર્શન-વંદન ઇત્યાદિ ધર્મક્રિયા તો કરે જ છે પરંતુ સાથે સાથે તત્ત્વાર્થસૂત્ર અને કર્મગ્રંથોના અભ્યાસ સંઘના ભાઈ-બહેનોને કરાવે છે. લોસ એંજલર્સ જેવા અને ન્યુયોર્ક જેવા મોટા સંઘોમાં પર્યુષણ પર્વની સુંદર આરાધના કરાવે છે અને સર્વેને સંતોષ થાય તેવાં સુંદર વ્યાખ્યાને અમેરિકામાં જુદા જુદા શહેરોમાં આપે છે. આવા ઉત્તમ સંસ્કારોથી પ્રેરાઈને પ્રવિણાબેનને તથા શ્રી ચન્દ્રકાન્તભાઇને શત્રુંજયની ૯૯ યાત્રા કરવા જવાનું મન થયું. દિકરાદિકરીને ભણાવીને યોગ્ય સ્થાને પરણાવીને આવી સાંસારિક જવાબદારીમાંથી હાલ તેઓ નિવૃત્ત છે અને ધર્મ કરવા માટે જ તથા ધર્મનો પ્રચાર કરવા માટે જ ડોલરમાં સારા (ઉંચા) પગારની નોકરી હોવા છતાં પણ અને ઉપરના મેનેજમેન્ટની વારંવાર જોબ ચાલુ રાખવા માટે વિનંતી હોવા છતાં પણ તેને છોડી ને કેવળ આત્મકલ્યાણ અર્થે નિવૃત્તિ લીધી છે. ૯૯ કરવાની ભાવના તો હતી જ. સાથે સાનુકુળ તક પણ સાંપડી છે. સને ૨૦૦૫-૨૦૦૬ ના વિક્રમ સંવત ૨૦૬૨ના કારતક સુદ પુનમથી ૯૯ માં જોડાયા. સાથે તેમના વેવાઈ શ્રી જસવંતભાઈજ્યોત્સનાબેન, તથા ભરતભાઈ-ઇંદિરાબેન તથા નીમુબેન તંબોળી પણ જોડાયાં. સરખે સરખાની જોડી મળી, સારી કંપની જામી. સંસાર ભૂલાતો ગયો. જાત્રામાં ભાવના વધતી જ ગઈ. ભાવમાં લયલીન બનતાં જ ગયાં. જાત્રામાં જે જે મીઠા-સુંદર અને અદ્ભુત અનુભવો થતા તે નીચે આવીને નોંધતા ગયા-ટૂંકી નોધ કરી. બીજા વર્ષે પણ સને ૨૦૦૬-૨૦૦૭માં વિક્રમ સંવત ૨૦૬૩માં નીચેની (બાબુના દેરાસરની) ૯૯ યાત્રા કરવાનો ભાવ થયો. અમેરિકાથી આવ્યાં અને કારતક સુદ ૧૫ પછી નીચેની ૯૯ યાત્રા ચાલુ કરી. તેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 138