Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav Author(s): Pravina Chandrakant Mehta Publisher: Pravina Chandrakant Mehta View full book textPage 5
________________ ધર્મમય વાતાવરણના પ્રતાપે જ છેલ્લા કેટલાક સમયથી અમારી બન્નેની શ્રી શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરવાની તીવ્ર ભાવના હતી. જે ભાવના દેવ-ગુરુ-ધર્મની અને વિશેષ શ્રી આદિનાથ દાદાની કૃપાથી સને ૨૦૦૫-૨૦૦૬માં ફળીભૂત થઈ છે. આ જાત્રા કરતાં કરતાં આત્મ ઉત્કર્ષના જે કોઈ સુંદર અનુભવો થયા તે સદાને માટે સ્મૃતિગોચર રહે તે માટે પ્રતિદિનના તે અનુભવોની નાની એવી નોંધ કરી હતી જે વાંચીને વારંવાર અનુમોદના કરીને કર્મો ખપાવીને હળવા થઈએ. આવી ભાવનાથી આ ટુંકી નોંધ કરી હતી. નિર્વિદને ૯૯ જાત્રા પૂર્ણ થઈ. કોઈ દિવસ બે માઈલ પણ ચાલ્યા નથી. અમેરિકામાં સદા કારથી જ જવા-આવવાનું હોય છે. ડુંગર ચડવાની તો વાત જ કેવી? ક્યાંય ચડવાનું હોય તો ત્યાં લીફટ હોય. આવું અમારું જીવન છે. છતાં શ્રી શત્રુંજયની નવ્વાણુ જાત્રા કરવામાં ક્યાંય થાક નહીં, ક્યાંય તબીયતની બિમારી નહીં, ક્યાંય હતાશા નહીં. આ બધો દાદાની કરુણા તથા અમારા વડીલો અને સદ્ગુરુના અમારા બન્ને ઉપર શુભ આશીર્વાદ જ કામ કરે છે. મારા માતા-પિતા, સાસુ-સસરા વિગેરે વડીલોના ઉપકારોનું યત્કિંચિત્ ઋણ ચુકવવા તથા મારા પતિ શ્રી ચંદ્રકાન્ત ધર્મકાર્ય કરવામાં આપેલી બધી જ જાતની સાનુકુળતાની ઋણ મુક્તિમાં વિશેષ નમ્રભાવે ઉપરોક્ત સર્વે વડીલોના કરકમલમાં આ શત્રુંજયની ૯૯ યાત્રાના મીઠામીઠા અનુભવોની યાદ તાજી કરાવતી નાની એક પુસ્તિકા અર્પણ કરું છું. આ સર્વે મારા ઉપર સદા શુભ આશીર્વાદ વરસાવતા રહો....એજ અભ્યર્થના. 5, Lucille Dr. Parsippany, N.J. 07054 U.S.A. પ્રવિણા ચંદ્રકાન્ત મહેતા Phone: 973-316-5959 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 138