Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav Author(s): Pravina Chandrakant Mehta Publisher: Pravina Chandrakant Mehta View full book textPage 4
________________ ઉપકારી વડીલોના કરકમલમાં સમર્પણ * મૂળમાં જે શક્તિ હોય છે, તે જ િ શક્તિ ઉત્તરોત્તર ફૂલ-ફળ અને બીજમાં આવે ' છે. જેઓના ઘરોમાં ધર્મના સંસ્કારો અને ધર્મમય વાતારવણ હોય છે તે જ વડીલોના ભૂલકાઓમાં અને તે જ ઘરોમાં જન્મ પામતાં બાળકોમાં ધર્મના સંસ્કારો અને ધર્મમય વાતાવરણ જામે છે. બાળકોમાં જામતા ધર્મસંસ્કારોનું જો કોઈ મૂળ હોય તો વડીલો અને ઘરનું તેવું વાતાવરણ. અમારા ઘરમાં (પિતૃપક્ષેપિયરમાં) મારી માતા તારાબેન ચુનીલાલ શાહ તથા પિતા શ્રી ચુનીલાલ ઉજમચંદ શાહ જન્મથી જ ધર્મના સંસ્કારવાળા હતા. અમારો ઉછેર જ તેઓના ધર્મમય વાતાવરણમાં થયેલો. તેઓએ અમારામાં ધર્મમય સંસ્કારો નાખીને અમારા ઉપર ઘણો જ અસીમ ઉપકાર કર્યો છે. નાનપણમાં પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કર્યો હતો. ઉંમર થતા,શ્વસુર ગૃહે (સાસરે)જતાં, ત્યાં પણ સસરા શ્રી ભોગીલાલ સોજાલાલ મહેતા તથા સાસુ લાડુબેન ભોગીલાલ મહેતા એ અમારા જન્મસિદ્ધ આ સંસ્કારોને મીઠું પાણી પાઈને સંસ્કારોની ઘણી ઘણી વૃદ્ધિ કરી. મારા પતિ ચંદ્રકાન્ત મહેતા કે જેઓ બાલ્યવયથી જ જૈનધર્મના પરમરાગી છે. જૈન તત્ત્વજ્ઞાન પચાવ્યું છે. જેના ફળ રૂપે આજે અમેરિકામાં એડીશનકોલ્ડવેલમાં અઠવાડીયે અઠવાડીયે તત્ત્વાર્થ સૂત્ર જેવા કઠીન ગ્રંથોનો તેઓએ સ્વાધ્યાય કરાવ્યો છે. સીનસીનાટી, સેન્ટલુઇઝ, ન્યુયોર્ક, વોશીંગ્ટન, ઓલેન્ડો, હ્યુસ્ટન અને લોસ એંજલસ વિગેરે શહેરોમાં પર્યુષણ પર્વની સુંદર આરાધના કરાવી છે. તેઓએ પણ મને ધાર્મિક ક્રિયા વ્યવહાર તથા શાસ્ત્રાભ્યાસમાં ઘણી મદદ કરી છે. પ્રબળ પુણ્યોદયે મને ધાર્મિક સંસ્કારોથી સુવાસિત થયેલું શ્વસુર ગૃહ મળ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 138