Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav Author(s): Pravina Chandrakant Mehta Publisher: Pravina Chandrakant Mehta View full book textPage 6
________________ મન્ડ જિણાણની સઝાયમાં રહેના. તત્થના એ આ પદમાં શ્રાવકનાં ૩૬ કર્તવ્યોમાં તીર્થયાત્રા પણ એક કર્તવ્ય ગણાવ્યું છે. આ કારણથી આત્માની ભાવવિશુદ્ધિ |ો માટે; તથા તે સાંસારિક ભોગસુખોનો રાગ જે ઘટાડવા માટે વર્ષે વર્ષે જુદા જુદા તીર્થોની ) યાત્રા કરવી જોઈએ. પોતાના સમગ્ર કુટુંબ સાથે તીર્થયાત્રા પ્રતિવર્ષે કરવાથી સંતાનોમાં જૂઓ * પણ ધર્મના સંસ્કારો પડે છે. આખુ કુટુંબ * સંસ્કારોની છાયામાં એકમેક અને તન્મય થાય છે. પરસ્પર કૌટુંબિક ભાવના વધે છે. શત્રુંજય તીર્થ સઘળાં તીર્થોમાં પરમ પવિત્ર અને સર્વશ્રેષ્ઠ તીર્થ છે. જ્યાં કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે. પાંચ કરોડ, દશ કરોડ વિગેરેની મોટી સંખ્યામાં ઘણા મહાત્માઓ મુક્તિપદ પામ્યા છે. વર્તમાન ચોવીશીના ૨૩ તીર્થકર ભગવંતો જ્યાં પધાર્યા છે એવા આ પવિત્ર તીર્થના અણુએ અણુ ઘણા પવિત્ર છે. ત્યાંનું વાતાવરણ જ ભૂખતરસને ભૂલાવે છે અને વિષય-ભોગોને તે સ્મૃતિમાંથી જ દૂર કરે છે. ઋષભદેવ પ્રભુ પૂર્વ ૯૯ વાર અહીં પધાર્યા છે. તેને અનુસરીને આજકાલ સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા શ્રાવક-શ્રાવિકાવર્ગ ૯૯ યાત્રા કરે છે. જેમ ઋષભદેવ પ્રભુએ ૧૩ માસના ઉપવાસ રૂપે વર્ષીતપ કર્યો તેના અનુકરણ સ્વરૂપે હાલ ભાઇ-બહેનો વચ્ચે બેસણું કરીને પણ વર્ષીતપ કરે છે. તેમ આ પૂર્વ નવ્વાણુવારને બદલે ૯૯ વાર યાત્રા કરે છે. પ્રવિણાબેન અને ચંદ્રકાન્તભાઈ અમેરિકામાં નોર્થ ન્યુજર્સીમાં રહે છે. પાલનપુરના વતની છે. દેશ છોડ્યાને ૩૬ વર્ષ થઈ ગયાં છે. પણ દેશના સંસ્કારો જરા પણ મુક્યા નથી. અમેરિકાની અનાર્ય સંસ્કૃતિથી જરા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 138