Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 8
________________ પાછળ આશય એ હતો કે પાલિતાણામાં બિરાજમાન પૂજ્ય આચાર્ય મહારાજશ્રીઓના વ્યાખ્યાન-શ્રવણનો તથા તેઓની સેવા-ભક્તિ અને વૈયાવચ્ચનો વધારે લાભ મળે. આ આશયને સફળ કરવા નીચેની ૯૯ યાત્રા શરૂ કરી. તે દરમ્યાન ભાવના થઈ કે ઉપરની જે ૯૯ યાત્રા કરી અને તેમાં જે જે મીઠા અનુભવો થયા કે જેની ટુંકી નોધ કરી છે તેને વ્યવસ્થિતરૂપમાં કરીને નાની એક પુસ્તિકા બનાવીએ તો આપણને તથા આપણા મિત્રો તથા સગાંઓને વારંવાર ઘણી અનુમોદનાનું કારણ બને. ઉપરોક્ત ભાવનાથી ટુંકી નોંધને પુસ્તિકા સ્વરૂપે મૂર્ત રૂપ આપવામાં આવ્યું. આ કામ તેઓએ મને સોંપ્યું. મેં તેમાં યત્કિંચિત્ સુધારા-વધારા કરીને તેઓની ભાવનાને અસ્મલિત રાખી લખાણ ઠીકઠાક કર્યુ. પાને પાને જણાય છે કે પ્રવિણાબેન ભાવનામય બની ગયાં છે. રોમે રોમે યાત્રાનો આનંદ વ્યાપ્યો છે. દાદાની સાથે ભાવનાના એકતાર બની ગયાં છે. ભારતમાં રહેનારા પણ ઉપરા-ઉપરી બન્ને વર્ષે ૯૯ કરવા જાય એવું બનતું નથી. જ્યારે અમેરિકામાં રહેનારામાં આ ભાવના થાય છે તે એમ જણાવે છે કે આત્મા કેટલો બદલાઈ ગયો છે. ધન્ય છે તે બન્ને આત્માને તથા તેઓનાં માતા-પિતા આદિ વંશજોને કે જેઓના કુળમાં આવાં નરરત્નો અને નારીરત્ન જન્મ્યાં છે. વારંવાર આ પુસ્તિકા વાંચીને તેઓની યાત્રાની વારંવાર ઘણી અનુમોદના કરીએ તથા દાદા શ્રી આદિનાથ પ્રભુની આપણે પણ ભાવથી યાત્રા કરીએ. એ જ અભિલાષા... લિ0 A/૬૦૨, પાર્થદર્શન કોમ્લેક્ષ, ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા નવયુગ કૉલેજ સામે, રાંદેર રોડ, Ph. (0261) 2763070 સુરત (ગુજરાત) (INDIA) (M) 98983 30835 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 138