Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧/-/૭૯, ૮૦
વિચારે કે અરે રે ! અજ્યણા થશે, જીવ-વિરાધના થશે, એવી ભાવનાથી કેવલી થાય. શુદ્ધ પક્ષમાં પ્રાયશ્ચિત્ત ક્યું એમ કહેતા કેવલી થાય. જીવન ચંચળ છે, અનિત્ય અને ક્ષણ વિનાશી છે. એ ભાવે કેવલી થાય.
[૮૧ થી ૮૩] આલોચના, નિંદા, વંદના, ઘોર-દુર પ્રાયશ્ચિત્ત સેવન, લાખો ઉપસર્ગ સહન કરતાં કેવલી થાય. ચંદનબાલાવત્ હાથ ખસેડતાં કેવળ જ્ઞાન થાય.
ગડુ મુનિની જેમ ખાતાં-ખાતાં, એક દાણો ખાવા રૂપ તપ-પ્રાયશ્ચિત્ત કરતાં કેવલી થાય. પ્રાયશ્ચિત્ત શરૂ કરનાર, અર્ધ પ્રાયશ્ચિત્ત કરનાર, પ્રાયશ્ચિત્ત પુરું કરનાર કેવલી અને ઉત્કૃષ્ટ ૧૦૮ સંખ્યામાં ઋષભાદિ માફક કેવળ પામનાર વલી.
[૮૪ થી ૮૭] ‘શુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત વિના કેવલી થઈએ તે કેવું સારું' એમ ભાવના તાં કેવલી થાય. હવે એવું પ્રાયશ્ચિત્ત ક્યું મારે તપ આચરવું ન પડે એમ ભાવના કરતાં વલી થાય. પ્રાણના ભોગે પણ હું જિનાજ્ઞાન ન ઉલ્લંઘું – એ રીતે કેવલી થાય. શરીર જુદું છે આત્મા જૂદો છે, મને સમ્યક્ત્વ થયું છે, આવી-આવી ભાવનાથી કેવલી થાય.
૨૩
-
[૮૮ થી ૯૦] અનાદિનો પાપક્મ મેલ હું ધોઈ નાખું એવી ભાવનાથી કેવલી થાય. હવે કોઈ પ્રમાદાચરણ નહીં કરું – તે ભાવનાથી કેવલી થાય. દેહના ક્ષયે મને નિર્જરા થાય, સંયમ એ જ શરીરનો નિ ંક સાર છે. એવી ભાવનાથી કેવલી થાય. મનથી પણ શીલખંડન થતાં મારે ન જીવવું, વચન અને કાયાથી પણ શીલનું રક્ષણ કરું એવી ભાવનાથી કેવલી થાય.
Jain Education International
[૯૧ થી ૯૫] એમ અનાદિકાળથી ભમતાં ફરી મુનિપણું પામ્યો. કેટલાંક ભવોમાં કેટલીક આલોચના સફળ બની. કોઈ ભવમાં પ્રાયશ્ચિત્ત ચિત્તની શુદ્ધિ નાર બન્યો. ક્ષમાધારી ઈંદ્રિય દમી, સંતોષી, ઇંદ્રિય વિજેતા, સત્ય ભાષી, છકાય સમારંભથી ત્રિવિધે વિમેલો, ત્રણ દંડથી વિમેલો સ્ત્રી સાથે વાત પણ ન તો, સ્ત્રીના અંગોપાંગને ન જોતો, શરીર મમત્વરહિત, અપ્રતિબદ્ધ વિહારી. મહા સારા આશયવાળો, ગર્ભવાસથી ભયભીત, સંસારના અનેક દુઃખ અને ભયથી ત્રાસિત. આવા આવા ભાવોથી આવનાર આલોચક્ને આલોચના આપવી. આલોચકે પણ ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત કરવું. દોષના ફળે પ્રાયશ્ચિત્ત કરવું.
[૯૬ થી ૯૮] આલોચકે માયા, દંભ શલ્યથી આલોચના ન કરવી. એ રીતે આલોચનાથી સંસારવૃદ્ધિ થાય. અનાદિ કાળથી પોતાના ક્ર્મથી દુર્મતિવાળા આત્માએ ઘણાં વિક્લ્પરૂપ ક્લોલ વાળા સંસાર સમુદ્રમાં આલોચના કરવા છતાં અધોગતિ પામનારના નામો હ્યું, તે તું સાંભળ કે જેઓ આલોચના સહિત પ્રાયશ્ચિત્ત પામેલાં અને ભાવદોષથી ક્લુષિત ચિત્તવાળાં થયા છે.
[૯ થી ૧૦૨] શલ્ય સહિત આલોચના પ્રાયશ્ચિત્ત કરીને પાપર્મ કરનારા નરાધમો, દુસહ દુઃખો અનુભવતા ત્યાં રહે છે. ભારે અસંયમ સેવી, સાધુ નિંદક, દૃષ્ટિ અને વાણી વિષયમાં શીલ રહિત, મનથી પણ શીલ, સૂક્ષ્મ વિષય આલોચક, બીજાના નામે પ્રાયશ્ચિત્ત કરી થોડી થોડી આલોચના રે કે જરા પણ આલોચના ન
For Private & Personal Use Only
.
www.jainelibrary.org