Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
છ કારણોની ગેર હાજરીમાં ભોજન કરે તો અઠ્ઠમ, પ્રદોષ અને અંગાર દોષ યુક્ત આહારનો ભોગવટો કરે તો ઉપસ્થાપન, જુદા-આહાર કે સ્વાદવાળા સંયોગ કરીને જિલ્લાનો સ્વાદ પોષવાને ભોજન કરે તો આયંબિલ, અને ઉપવાસ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોવા છતાં આઠમ, ચૌદશ, જ્ઞાન પંચમી, પર્યુષણામાં ધોઈને પાણી પી ન જાય તો ઉપવાસ. પાત્ર ધોયેલ પાણી પરઠવે તો પાંચ ઉપવાસ.
૧૫૮
પાત્રા, માત્રક, તપણી કે કોઈપણ પ્રકારના ભાજન-ઉપકરણ માત્રને ભીનાશ દૂર કરી, કોરા કરીને, ચીકાશવાળા કે વગરના નલુંછેલા સ્થાપન કરી રાખે તો ચોથા ભક્ત પાત્રાબંધની ગાંઠ ન છોડે, તેની પડિલેહણા કરીને ન શોધે તો ચોથ ભક્ત, ભોજન માંડલીમાં હાથ ધોવે, તેના પાણીમાં પગનો સંઘટ્ટો કરીને ચાલે, ભોજન કરવાની જગ્યામાં સાફ કરીને દંડપુચ્છણથી કાજો ન લે તો નિવી. ભોજનમાંડલીના સ્થાને જગ્યા સાફ કરીને પુંછણથી કાજો લઈ, એક્ઝો ીને ઇરિયા ન પ્રતિક્રમે
તો નિવી.
એ પ્રમાણે ઇરિયાવહી ીને બાકી રહેલા દિવસનું અર્થાત્ તિવિહાર કે ચોવિહારનું પ્રત્યાખ્યાન ન કરે તો આયંબિલ ગુરુ સન્મુખ પચ્ચક્ખાણ ન કરે તો પુરિમટ્ટ, અવધિથી પચ્ચક્ખાણ રે તો આયંબિલ, પચ્ચક્ખાણ ર્યા પછી ચૈત્ય અને સાધુને ન વાંદે તો પુરિમટ્ટ. કુશીલને વાંદે તો અવંદનીય.
ત્યાર પછીના સમયમાં બહાર સ્થંડિલ ભૂમિ જવા માટે પાણી લેવા માટે જાય. વડી નિતી કરીને પાછા પરે તે સમયે કંઈક ન્યૂન ત્રીજી પોરિસિ પૂર્ણ થાય. તેમાં પમ ઇરિયાવહી પ્રતિક્રમીને વિધિથી ગમનાગમન આલોચીને પાત્રા, માત્રક આદિ ભાજન અને ઉપણો વ્યવસ્થિત કરે ત્યારે ત્રીજી પોરિસિ બરાબર પૂર્ણ થાય.
આ પ્રમાણે ત્રીજી પોરિસી વીત્યા પછી હે ગૌતમ ! જે ભિક્ષુ ઉપધિ અને સ્થંડિલો વિધિપૂર્વક ગુરુ સન્મુખ ‘સંદિસાઉં’ એમ આજ્ઞા માંગીને પાણી પીવાના પણ પચ્ચક્ખાણ કરીને કાળવેળા સુધી સ્વાધ્યાય ન રે તેને છઠ્ઠ પ્રાયશ્ચિત્ત જણાવવું. આ પ્રમાણે કાળવેળા આવી પહોંચે ત્યારે ગુરુની ઉપધિ અને સ્થંડિલ, વંદન, પ્રતિક્રમણ, સજ્ઝાય, માંડળી આદિ વસતિની પ્રત્યુપેક્ષણા કરીને સમાધિપૂર્વક, ચિત્તના વિક્ષેપ વિના સંયમિત બનીને પોતાની ઉપધિ અને સ્થંડિલની પ્રત્યુપેક્ષણા કરીને ગોચર ચરિત અને કાળને પ્રતિક્રમીને, ગોચર ચર્યા ઘોષણા કરીને ત્યાર પછી દૈવસ્મિક અતિચારોની વિશુદ્ધિ નિમિત્તે કાર્યોત્સર્ગ કરવો. આ દરેક્માં અનુક્રમે ઉપસ્થાપન, પુરિમટ્ટ એકાસણાદિ પ્રાયશ્ચિત્ત જાણવા.
આ પ્રમાણે કાયોત્સર્ગ ીને મુહપત્તિ પડીલેહીને વિધિ પૂર્વક ગુરુને કૃતિર્મ વંદન કરીને સૂર્યોદયથી માંડીને કોઈપણ સ્થાને જવા કે બેસતા, જતા, ચાલતા, ભમતા, ઉતાવળ કરતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, લીલોતરી, તૃણ, બીજ, પુષ્પ, ફૂલ, કુંપળ, અંકુર, પ્રવાલ, પત્ર, બે-ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયોવાળા જીવોનાં સંઘટ્ટન, પરિતાપન, ક્લિામણા, ઉપદ્રવ વગેરે ર્ડા હોય તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org