Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 180
________________ ૮-૧૪૮૫ થી ૧૪૮૭ ૧૭૯ તેથી ઘરના સારભૂત પુત્ર, દ્રવ્ય વગેરેનો સ્નેહ છોડીને નિઃસંગ બનીને ખેદ પાખ્યા વિના સર્વોત્તમ ચાસ્ત્રિ ધર્મને સેવો. આડંબર વા, ખોટી પ્રશંસા ક્રવી, વંચના ક્રવી તેવા વ્યવહાર ધર્મમાં હોતા નથી. માયાદિ શલ્ય રહિત, ક્યુટ ભાવ વગરનો ધર્મ હેલો છે. [૧૪૮૮ થી ૧૪૯૬] જીવોમાં બસપણું, બસપણામાં પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે. પંચેન્દ્રિયપણામાં વળી મનુષ્યપણું ઉત્તમ છે. મનુષ્યપણામાં આયદિશ, આર્યદિશમાં ઉત્તમકુળ, ઉત્તમકુળમાં ઉત્કૃષ્ટ જ્ઞાતિ, તેમાં પણ વળી રૂપની સમૃદ્ધિ, તેમાં પણ પ્રધાનતાવાળું બળ, પ્રધાનબળ મળવા સાથે લાંબુ આયુષ્ય, તેમાં પણ વિજ્ઞાનવિપેક અને વિજ્ઞાનમાં પણ સખ્યત્વ પ્રધાન છે. સમ્યત્વમાં વળી શીલની પ્રાપ્તિ ચડિયાતી ગણેલી છે. શીલમાં ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવમાં કેવળ જ્ઞાન, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવું એટલે જરા-મરણ રહિત મોક્ષ પ્રાપ્ત થાય. જન્મ, જરા, મરણ આદિના દુઃખથી ઘેરાયેલા જીવને આ સંસારમાં ક્યાંય સુખનો છાંટો નથી. માટે એનંતે મોક્ષ જ ઉપાદેય મેળવવા લાયક છે. ૮૪ લાખ યોનિઓમાં અનંત વખત લાંબા કાળ સુધી ભ્રમણ ક્રીને અત્યારે તમે તે મોક્ષ સાધવા લાયક ઘમી સામગ્રી મેળવેલી છે. તો અત્યાર સુધીમાં પૂર્વે કોઈ વખત ન મેળવેલ ઉત્તમ એવી ધર્મસામગ્રીઓ મેળવેલી છે. તો તમે તેમાં જલ્દી ઉધમ ક્રો. વિબુધો અને પંડિતોએ નિદેલા સંસારની પરંપરા વધારનાર એવા આ સ્નેહને તમે છોડો. ' અરે ! ધર્મ શ્રવણ પામીને અનેક ક્રોડો વર્ષે અતિ દુર્લભ એવા સુંદર ધર્મને જો તમે અહીં સમ્યક્ પ્રારને નહીં ક્રશો તો ફરી તે ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે. પ્રાપ્ત થયેલ બોધિ અનુસાર અહીં જે ધર્મ પ્રવૃત્તિ ક્રતો નથી, અને આવતા ભવે ધર્મ રીશું – એમ પ્રાર્થના ક્રે, તે ભાવી ભવમાં ક્યા મૂલ્યથી બોધિ પ્રાપ્ત ક્રશો ? [૧૪] પૂર્વભવનું જાતિ સ્મરણ થવાથી બ્રાહાણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું ત્યાં હે ગૌતમ ! સમગ્ર બંધુ વર્ગ અને બીજાં અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા. હે ગૌતમ ! તે અવસરે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે, તેવા ગોવિંદ બ્રાહ્મણે ક્યું- ધિક્કાર થાઓ મને, આટલો કાળ સુધી આપણે ઠગાયા, મૂઢ બન્યા, ખરેખર ! અજ્ઞાન એ મહાક્ટ છે. નિભંગી તુચ્છ આત્માઓને ઘોર ઉગ્ર પરલોક વિષયક નિમિત્તો જેમણે જાણેલા નથી. અન્યમાં આગ્રહવાળી બુદ્ધિ નારા, પક્ષપાતના મોહાનિને ઉત્તેજિત ક્રવાના માનસવાળા, રાગદ્વેષથી હણાયેલી બુદ્ધિવાળા, આ અને આવા દોષવાળાને આ ઉત્તમ ધર્મ સમજવો ઘણો મુક્લ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210