Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
૧૦૦ એક્ષસણા, ૧૦૦ શુદ્ધ આચાપ્ત એકશન, ૧૦૦ નિવી યાવત સવળા-અવળા ક્રમે પ્રાયશ્ચિત્ત જણાવવું. આ આપેલ પ્રાયશ્ચિત્ત જે ભિક્ષ વગર વિસામે પાર પાડે તે નજીન્ના કાળમાં આગળ આવનાર સમજવો.
[૧૩૮૫] ભગવદ્ ! સવળા-અવળા ક્રમથી આ પ્રમાણે સો-સો સંખ્યા પ્રમાણે દરેક જાતના તપોના પ્રાયશ્ચિત્ત કરે તો કેટલો કળ સુધી ક્યાં રે ? ગૌતમ આચાર માર્ગમાં તે સ્થાપન થાય ત્યાં સુધી. ભગવન્! પછી તે શું ક્રે? પછી કોઈ તપ ક્ટ, કોઈ તપ ન રે. જે પૂર્વે હ્યા મુજબ તપ ક્ય કરે છે તે વંદનીય, પૂજનીય, દર્શનીય છે. તે અતિપ્રશસ્ત સુમંગલ સ્વરૂપ છે. પ્રાતઃ નામ ગ્રહણીય છે, ત્રિલોકમાં વંદનીય છે. પ્રાયશ્ચિત્ત ન જનારો પાપી, મહાપાપી, મહા મોટો પાપી, દુરંત-પ્રાંત અધમ લક્ષણ ચાવત મુખ જોવા લાયક નથી.
[૧૩૮૬, ૧૩૮૭] ગૌતમ ! જ્યારે આ પ્રાયશ્ચિત્ત સૂત્ર વિચ્છેદ પામશે ત્યારે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાનું તેજ સાત દિનરાત્રિ સ્કૂરાયમાન થશે નહીં. હે ગૌતમ! આનો વિચ્છેદ થશે એટલે સમગ્ર સંયમનો અભાવ થશે. કેમ કે આ પ્રાયશ્ચિત્ત સર્વે પાપનો પ્રíપણે નાશ ક્રનાર છે. સર્વ તપ-સંયમ અનુષ્ઠોનું પ્રધાન અંગ હોય તો પરમ વિશુદ્ધિ સ્વરૂપ પ્રવચનના પણ નવનીત અને સારભૂત સ્થાન જણાવેલ હોય તો હે ગૌતમ ! આ પ્રાયશ્ચિત્ત પદો છે.
[૧૩૮૮] હે ગૌતમ ! આ સર્વે પ્રાયશ્ચિત્તોને એકઠા ક્રીને સરવાળો ફ્રાય તેટલું પ્રાયશ્ચિત્ત એક 'ગચ્છનાયબ્બે અને સાધ્વીમાં પ્રવર્તિનીને ચાર ગણું પ્રાયશ્ચિત્ત જણાવવું, કેમ કે તેઓ તો આ સર્વે જાણે જ છે. હવે જો આ જ્ઞાતા અને ગચ્છ નાયો પ્રમાદ નારા થાય, તો બીજાઓ બળ, વીર્ય હોવા છતાં અધિક્તર આગમમાં ઉધમ ક્રવાનો ઘટાડો ક્રનાર થાય. કદાચ કંઈ અતિ મહાન અનુષ્ઠાન ક્રવાનો ઉધમ ક્રનારો થાય તો પણ તેવી ધર્મશ્રદ્ધાથી ન જે, પણ મંદ ઉત્સાહથી ઉધમ કનારો થાય.
ભગ્ન પરિણામવાળાનો રેલો કાયક્લેશ નિરર્થક સમજવો. જે કારણ માટે આ પ્રમાણે છે તે માટે અચિંત્ય, અનંત, નિરનુબંધવાળા, પુન્યના સમુદાયવાળા તીર્થક્ય તેવી પુન્યાઇ ભોગવતાં હોવા છતાં સાધુને તે પ્રમાણે ક્રવું યોગ્ય નથી.
આ પ્રમાણે ગચ્છાધિપતિ આદિએ સર્વ પ્રકારે દોષમાં પ્રવૃત્તિ ક્રવી જ ના જોઈએ. આ કારણે હે ગૌતમ ! એમ હેવાય છે કે ગચ્છાધિપતિ આદિ સમુદાયનાયકોને આ સર્વ પ્રાયશ્ચિત્ત જેટલું એઠું કરીને સરવાળો ક્રતા તેનાથી ચારગણું પ્રાયશ્ચિત્ત કહ્યું.
[૧૩૮૯] ભગવન્! જે ગણી અપમાદી થઈને શ્રુતાનુસાર યથોક્ત વિધાન કરવા પૂર્વક સતત નિરંતર રાત-દિવસ ગચ્છની સાર-સંભાળ ન રાખે તો તેને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? ગચ્છની સાર સંભાળ ન રાખે તેને પારંચિત પ્રાયશ્ચિત્ત જણાવવું.
ભગવન્! જે વળી કોઈ ગણી સર્વ પ્રમાદના આલંબનોથી વિપ્રમુક્ત હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org