Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 170
________________ ૭/-/૧૪૪૪, ૧૪૪૫ જાય છે. [૧૪૪૬] વીંઝણા, તાડપત્રના પંખા, ચામર ઢોળવા, હાથના તાલ ઠોક્વા, દોડવું, કુદવું, ઉલ્લંઘવું, શ્વાસ લેવો-મૂક્યો, ઇત્યાદિ કારણોથી વાયુકાયના જીવની વિરાધના કે વિનાશ થાય છે. [૧૪૪૭, ૧૪૪૮] અંકુર, ફણગાં, કૂંપળ, પ્રવાલ, પુષ્પ, ફૂલ, કંદલ, પત્ર, આદિ ઘણાં વનસ્પતિકાયિાના જીવ હાથના સ્પર્શથી નાશ પામે છે. બે, ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયવાળા ત્રસ જીવ અનુપયોગથી અને પ્રમત્તપણે હાલતા, ચાલતા, જતા-આવતા, બેસતા, ઉઠતા, સુતા નિશ્ચે ક્ષય પામે છે. મૃત્યુ પામે છે. [૧૪૪૯] પ્રાણાતિપાતની વિરતિ મોક્ષફળ આપનાર છે. બુદ્ધિશાળી તેવી વિરતીને ગ્રહણ કરીને મરણ સમાન આપત્તિ આવે તો પણ તેનું ખંડન કરતો નથી. [૧૪૫૦ થી ૧૪૫૨] જૂઠ વચન ન બોલવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને પાપવાળું એવું સત્ય વચન પણ ન બોલવું. પારકી વસ્તુ વિના આપેલી ન લેવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને કોઈ તેવો પદાર્થ આપે તો પણ લોભ ન રીશ. - ---- દુર્ધર બ્રહ્મચર્યને ધારણ કરીને, [તથા] પરિગ્રહનો ત્યાગ કરીને, ૧૬૯ રાત્રિભોજનની વિરતિ સ્વીકારીને, વિધિપૂર્વક પાંચ ઇંદ્રિયનો નિગ્રહ કરીને, બીજા પણ ક્રોધ, માન, લોભ, રાગ, દ્વેષના વિષયમાં આલોચના આપીને પછી મમત્વભાવ, અહંકાર વગેરે પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા જોઈએ. [૧૪૫૩ થી ૧૪૫૫] હે ગૌતમ ! આ વિજળી લતાની ચંચળતા સમાન જીવતરમાં શુદ્ધ ભાવથી તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ અનુષ્ઠાનોમાં ઉધમ વો યુક્ત છે. હે ગૌતમ ! વધારે કેટલું ક્ચન કરવું ? આલોચના આપીને પછી પૃથ્વીકાયની વિરાધના કરવામાં આવે પછી ક્યાં જઈને તેની શુદ્ધિ કરીશ ? હે ગૌતમ ! વધુ શું કહેવું કે અહીં આલોચના-પ્રાયશ્ચિત્ત કરી તે જન્મમાં સચિત્ત અથવા રાત્રે પાણીનું પાન કરે અને અપ્રકાય ના જીવોની વિરાધના કરે તો ક્યાં જઈને શુદ્ધિ પામશે ? [૧૪૫૬ થી ૧૪૫૯] હે ગૌતમ ! કેટલું વધારે ક્શન ક્યું કે આલોયણા લઈ પછી તાપણાની જ્વાળાઓ પાસે તાપવા જાય અને તેનો સ્પર્શ કરે અથવા થઈ ગયો તો પછી તેની શુદ્ધિ ક્યારે થશે ? એ પ્રમાણે વાયુકાયના વિષયમાં તે જીવોની વિરાધના કરનાર ક્યાં જઈને શુદ્ધ થશે ? જે લીલી વનસ્પતિ, ફૂલ આદિનો સ્પર્શ કરશે, તે ક્યાં શુદ્ધ થશે ? તેવી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210