Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ ! પરમાધામી અસુર થશે.
દિ%] ભગવદ્ ! ભવ્યજીવો પરમાધામી અસુરોમાં ઉપજે? ગૌતમ ! જે કોઈ સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના ઉદયે સારી રીતે ધેવા છતાં ઉત્તમ હિતોપદેશની અવગણના રે છે, બાર અંગો આદિ શ્રુતજ્ઞાનને અપ્રમાણ રે છે તથા શાસ્ત્રના સદ્ભાવો અને રહસ્યને જાણતા નથી. અનાચારને પ્રશંસે છે. તેની પ્રભાવના રે છે. જેમ સુમતિએ તે સાધુની પ્રશંસા, પ્રભાવના કરી કે – તેઓ સુશીલ સાધુ નથી ઇત્યાદિ તથા હ્યું કે જેવા તમે નિબુદ્ધિ છો તેવા તે તીર્થક્ય હશે. એમ બોલતા હે ગૌતમ ! તે મોટું તપ ક્રવા છતાં પરમાળાની અસુરપણે ઉપજ્યો.
ભગવન ! પરમાધામી દેવો ત્યાંથી મરીને ક્યાં ઉત્પન્ન થાય? ભગવન! તે સુમતિનો જીવ પરમાધામથી નીકળીને ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ? મંદભાગી એવા તેણે અનાચારની પ્રશંસા તથા અભ્યદય દવા સન્માર્ગના નાશને અભિનંધો. તે કર્મના દોષથી અનંત સંસાર ઉપાર્યો. તેના કેટલા ભવોની ઉત્પત્તિ હેવી ? અનેક પુગલ પરાવર્ત કાળ સુધી ચારગતિરૂપ સંસારમાંથી જેનો નીળવાનો આરો નથી. તો પણ સંક્ષેપથી તેના કેટલાંક ભવ કહું છું તે સાંભળ
આ જ જંબુદ્વીપને ચારે બાજુ ફરતો વર્તુળાકારનો લવણ સમુદ્ર છે. તેમાં જે સ્થળે સિંધુ મહાનદી પ્રવેશ રે છે તે પ્રદેશની દક્ષિણે પપ-યોજન પ્રમાણવાળી વેદિકના મધ્યભાગે ૧. યોજન પ્રમાણ હાથીના કુંભસ્થળના આક્રરે સરખું પ્રતિસંતાપદાયક નામે સ્થળ છે. તે સ્થળ લવણ સમુદ્રના જળથી શા યોજન પ્રમાણ ઉંચું છે. ત્યાં અત્યંત ઘોર ગાઢ અંધક્ષરવાળી ઘડીયલા સંસ્થાનના આકરવાળી ૪૬ ગુફાઓ છે. તે ગુફાઓમાં બબ્બે બબ્બેની વચ્ચે વચ્ચે જલચારી મનુષ્યો વાસ રે છે. તેઓ વજઋષભનારાય સંઘયણવાળા, ભમહાબલ અને પરાક્રમવાળા ૧ણા વેંત પ્રમાણ કયાવાળા, સંખ્યાન વર્ષાયુવાળા, જેમને મધ-માંસ પ્રિય છે તેવા, સ્વભાવથી સ્ત્રીલોલુપ, અતિ ખરાબ વર્ણવાળા, સુક્સાર, અનિષ્ટ, કઠણ, ખરબચડાં દેહવાળા, ચંડાલના નેતા સમાન ધેલા ભયંક્ર મુખવાળા, સિંહસમાન ઘોર દૃષ્ટિવાળા યમરાજ સમાન ભયાનક, કોઈને પીઠ ન બતાવનાર, વિજળી માફક નિષ્ફર પ્રહાર ક્રનાર, અભિમાનથી માંધાતા થયેલા, તેઓ અંડગોલિક મનુષ્યો તરીકે ઓળખાય છે.
તેમના શરીરમાં જે અંતરંગ ગોલિક છે. તેને ગ્રહણ ક્રીને ચમરી ગાયના શ્વેત પૂંછડાના વાળથી તે ગોલિક ગૂંથે છે. ત્યારપછી તે બાંધેલી ગોલિકને બંને કન સાથે બાંધીને મહાકિંમતી, ઉત્તમ જાતિવંત રત્ન ગ્રહણ ક્રવા ઈચ્છતા સમુદ્રમાં પ્રવેશે છે. સમુદ્રમાંના જળ હાથી, ભેંશ, ગોંધા, મગર, મોટા મસ્યો, તંતુ, સ્મારાદિ દુષ્ટ શ્વાપદો તેને કોઈ ઉપદ્રવ ક્રતા નથી. તે ગોલિકના પ્રભાવથી ભય પામ્યા વિના સર્વ સમદ્રજળમાં ભ્રમણ ક્રીને ઇચ્છાનુસાર ઉત્તમ જાતિવંત રત્નોનો સંગ્રહ ક્રીને અખંડ શરીરે બહાર નીકળી આવે છે. તેઓને જે અંતરંગ ગોલિક હોય છે. તેના સંબંધથી તે બિચારા હે ગૌતમ અનુપમ, અતિઘોર, ભયંક્ર દુઃખ, પૂર્વભવમાં ઉપાર્જિત અતિ રૌદ્ધ કર્મને આધીન બનેલા તેઓ અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org