Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૨
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સાધુ નક્કી તેમાં રહી ગુરુકૂળવાસ સેવે અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગચ્છમાં ન વસે. ભગવન્! એમ શા કરણથી ધેવાય છે કે કોઈક વસે અને કોઈક ન વસે. ગૌતમ ! એક આત્મા આજ્ઞાનો આરાધક છે અને બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુ આજ્ઞામાં રહેલો છે, તે સમ્યગ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિનો આરાધક છે. જે સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્રનો આરાધક છે તે હે ગૌતમ - આતિ જાણક્કર, મોક્ષમાર્ગમાં અતિ ઉધમ #નાર છે. જે ગુરુ આજ્ઞાને અનુસરતો નથી. તે આજ્ઞાની વિરાધના ક્રે છે તે અનુમાનુબંધી ક્રોધ-માન-માયા-લોભવાળા ચારે કષાયો યુક્ત હોય તે સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના પૂંજવાળા હોય છે. જેઓ ગાઢ રાગ-દ્વેષાદિ વાળા છે, તે ઉપમા ન આપી શકાય તેવા ઘોર સંસાર સમુદ્રમાં આમતેમ અટવાયા રે છે. અનુત્તર ઘોર-સંસાર સમુદ્રમાં અટવાનારને ફરી જન્મ-ફરી જરા-ફરી મૃત્યુ, વળી પાછા જન્મ-વૃદ્ધાવસ્થા-મૃત્યુ ક્રીને પાછા ઘણાં ભવોનું પરાવર્તન ક્રવું પડે છે. વળી તેમાં ૮૪ લાખ યોનિમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે.
વળી વારંવાર અતિદુઃસહ ઘોર ગાઢ ાળા અંધારવાળા, રૂધિરથી ખદબદતા, ચરબી, પરુ, ઉલટી, પિત્ત, ક્ના કદવવાળા, દુર્ગંધ યુક્ત અશુચિ વહેતા, ગર્ભની ચારે બાજુ વીંટળાયેલ, ઓર, ફેંફસા, વિષ્ઠા, પેશાબ આદિથી ભરપૂર, અનિષ્ટ, ઉદ્વેગ ાવનાર, અતિઘોર, ચંડ, રૌદ્ર દુઃખોથી ભયંક્ર એવા ગર્ભની પરંપરાઓમાં પ્રવેશ ક્રવો તે ખરેખર દુઃખ છે, કલેશ છે, રોગ છે, આતંક છે, શોક સંતાપ છે અને ઉદ્વેગ રાવનાર છે. તે અશાંતિ ાવનાર છે, તેથી યથાસ્થિતિ ઇષ્ટ મનોરથોની અપ્રાપ્તિ ક્રાવનાર છે. તેને કારણે તેને પાંચે પ્રક્ષરના અંતરાય કર્મનો ઉદય થાય છે.
જ્યાં પાંચ પ્રકારે કર્મનો ઉદય થાય છે, એમાં સર્વ દુઃખના અગ્રભૂત એવું પ્રથમ દારિદ્ર ઉત્પન્ન થાય છે. દરિદ્ર હોય ત્યાં અપયશ, ખોટા આળ ચળવા, અપકીર્તિ, કલંદિ અનેક દુઃખોનો ઢગલો એક્કો થાય છે. તેવા દુઃખોનો યોગ થાય ત્યારે સર્વે લોકેથી લજ્જા પમાડનાર, નિંદનીય, ગહણીય, અવર્ણવાદ ક્રાવનાર, દુગંધ ક્રાવનાર, સર્વથી પરાભવ પમાય તેવા જીવિતવાળો થાય છે ત્યારે સમ્યગ દર્શનાદિ ગુણો તેનાથી ઘણાં દૂર થાય છે, મનુષ્ય જન્મ ફોગટ જાય છે અથવા ધર્મથી સર્વથા હારી જાય છે.
જેઓ સમ્યગદર્શનાદિ ગુણોથી અતિશય મુક્ત થાય છે તે આશ્રવ દ્વારોને રોકી કે બંધ કરી શક્તો નથી. ઘણાં મોટાં પાપ ર્મના નિવાસબૂત બને છે તે ર્મનો બંધક બને છે તેથી કેદખાનાના કેદી સમાન પરાધીન થાય છે. એટલે સર્વ અલ્યાણ અમંગળની જાળમાં ફસાય છે ત્યાંથી છૂટવું અતિ મુશ્કેલ છે કેમ કે ઘણાં ર્કશ, ગાઢ, બદ્ધ, પૃષ્ટ, નિકાચીત સેવી ર્મની ગ્રંથિ એકદમ તોડી શકાતી નથી, તે કારણે એકેન્દ્રિયપણામાં, બે ઈન્દ્રિય – તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પંચેન્દ્રિયપણામાં, નારકી-તિર્યચ-મનુષ્યપણામાં, અનેક પ્રકારે શારીરિક, માનસિક દુઃખો અનુભવવાં પડે છે. અશાતા ભોગવવી પડે છે. આ કારણે હે ગૌતમ એમ હેવાય છે કે કેટલાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org