Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પ/-I૮૪૪
૧૧૯ તિર્યંચયોનિમાં પાડો થયો. ત્યાં નરના દુઃખ જેવા સમાન દુઃખો ૨૬ વર્ષ સુધી ભોગવીને પછી હે ગૌતમ! મૃત્યુ પામીને મનુષ્યમાં ઉત્પન થયો.
ત્યાંથી નીળીને સાવધાચાર્યનો જીવ વસુદેવ પણે ઉત્પન્ન થયો. ત્યાં યથાયોગ્ય આયુષ્ય પરિપૂર્ણ કરીને અનેક સંગ્રામ આરંભ-સમારંભ અને મહાપરિગ્રહ દોષથી મરીને સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી ઘણાં લાંબા કાળે ગજ ક્યું નામની મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ માંસાહારની દોષથી ક્રૂર અધ્યવસાયની મતિવાળો મરીને ફરી સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નામે નરકાવાસમાં ગયો. ત્યાંથી નીકળી ફરી પણ તિર્યંચમાં પાડા પણે ઉત્પન્ન થયો. ત્યાં નરની ઉપમાવાળું પારાવાર દુઃખ અનુભવીને મર્યો, પછી બાળ વિધવા, લટા, બ્રાહ્મણપુત્રીની કૃક્ષિમાં ઉત્પન્ન થયો.
તે સાવધાચાર્યનો જીવ ક્લટાના ગર્ભમાં રહેલો હતો ત્યારે ગુપ્ત રીતે ગર્ભને પાડી નાંખવા, સડાવવા માટે ક્ષારો, ઓષધો, યોગોના પ્રયોગ કરવાના દોષથી અનેક વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત શરીરવાળો. દુષ્ટ વ્યાધિથી સબળતો, પરુ ઝરાવતો, સલ સલ ક્રતા કૃમિના સમૂહવાળા કીડાથી ખવાતો ખવાતો નરકની ઉપમાવાળા ઘોર દુઃખના નિવાસભૂત ગર્ભવાસથી તે બહાર નીકળ્યો.
હે ગૌતમ ! ત્યાર પછી સર્વ લોકો વડે નિંદાતો, ગહતો, દુર્ગછા ક્રાતો, તીરારનો સર્વ લોથ્રી પરાભવ પામતો, ખાન-પાન-ભોગોપભોગથી રહિત ગભવાસથી માંડીને સાત વર્ષ, બે માસ, ચાર દિવસ સુધી ચાવજીવ જીવીને વિચિત્ર શારીરિક, માનસિક ઘોર દુઃખથી પરેશાની ભોગવતો ભોગવતો મરીને પણ વ્યંતર દેવ થયો.
ત્યાંથી ચ્યવીને મનુષ્યમાં ઉત્પન્ન થયો. ફરી વધ ક્રનારાઓનો અધિપતિ, વળી તે પાપર્મની દોષથી સાતમીએ ગયો. ત્યાંથી નીકળી તિર્યંચગતિમાં કુંભારને
ત્યાં બળદ પણે ઉત્પન્ન થયો તેને ત્યાં ચકી, ગાડાં, હળ, અરઘટ્ટ વગેરેમાં જોડાઈને ગત દિવસ ઘોસરીમાં ગરદન ઘસાઈને ચાંદા પડી ગયા. વળી અંદરથી કોહવાઈ ગયો. ખાંધમાં કૃમિ ઉત્પન્ન થઈ.
જ્યારે તેની ખાંધ ઘોંસરું ધારણ ક્રવા માટે સમર્થ નથી એમ જાણ્યું. ત્યારે તેનો સ્વામી ભાર તેની પીઠ ઉપર ભાર વહન ાવવા લાગ્યો. વખત જતાં જેવી રીતે ખાંધ સડી ગઈ તેવી રીતે પીઠ પણ ઘસાઈને કોહવાઈ ગઈ. તેમાં કડાઓ ઉત્પન્ન થયા. પીઠ પણ આખી સડી ગઈ. તેની ઉપરનું ચામડું નીકળી ગયું અંદરનું માંસ દેખાવા લાગ્યું.
ત્યાર પછી હવે આ કંઈ કમ ક્રી શકે તેમ નથી, નામો છે એમ જાણીને છૂટો મૂકી દીધો.
હે ગૌતમ ! તે સાવધાચાર્યનો જીવન સળસળતા કીડાઓથી ખવાતો બળદ છૂટો રખડતો મૂકી દીધો.
ત્યાર પછી અતિશય સડી ગયેલા ચર્મવાળા, ઘણાં કાગડાં, ારા, કૃમિઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org