Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫/-૨૮૪૨
૧૧૭
તો પ્રમાદાધીન થયેલ, પાપી, અધમાધમ, હીનસત્વી, કાપુરુષ સમાન મને આ મોટી આપત્તિ થઈ છે, જેથી હું યુક્તિવાળું સમાધાન આપવા સમર્થ નથી. પરલોક્માં પણ અનંતભવ પરંપરામાં ભમતા અનંતીવારે ધોર ભયંકર દુઃખ ભોગવીશ. હું મંદ ભાગ્ય થયો છું. એમ વિચારતા તેમને તે દુરાચારી પાપમૈં શ્રોતાએ બરાબર જાણી લીધા. કે આ ખોટો અભિમાન છે. તેમ જાણીને તે શ્રોતાએ કહ્યું કે જ્યાં સુધી સંશન છેદો નહીં, ત્યાં સુધી વ્યાખ્યાન ન ઉઠાડશો સમર્થ પ્રૌઢ યુક્તિ સહિત સમાધાન
આપો.
ત્યારે તેણે વિચાર્યું કે હવે તેમનું સમાધાન આપવું જ પડશે, તો હું કેમ આપું? એમ વિચારતા હતાં ત્યાં ફરી તે દુરાચારી બોલ્યા કે આમ ચિંતા સાગરમાં કેમ ડૂબ્યા
છો? જલ્દી સમાધાન આપો. જે સમાધાન કે જે આસ્તિક્તામાં વાંધા વગરની યુક્તિવાળું હોય. પછી લાંબો સમય હૃદયમાં પરિતાપ અનુભવીને સાવધાચાર્ય વિચાર્યું અને ક્યું કે આ જ જગતગુરુ એ કહ્યું છે.
[૪૩] કાચા ઘડામાં નાખેલ જળ જે રીતે જળ અને ઘડાનો વિનાશ કરે છે, તેમ અપાત્રમાં આપેલા સૂત્ર અને અર્થ, તેનો અને સૂત્રાર્થનો નાશ કરે છે અર્થાત્ અલ્પતુચ્છાધાર નાશ પામે છે.
[૪૪] ત્યારે ફરી તે દુરાચારી બોલ્યા કે આવા આડા અવળા સંબંધ વગરના દુર્ભાષિત વચનોનો કેમ પ્રલાપ કરો છો? જો યોગ્ય સમાધાન આપવા શક્તિમાન ન હો તો ઉભા થાવ જલ્દી આસન છોડીને નીક્ળી જાવ. જ્યાં તમોને પ્રમાણભૂત ગણી સર્વસંઘે તમોને શાસ્ત્રનો સદ્ભાવ હેવા ફરમાવેલું છે. હવે દેવ ઉપર શો દોષ નાંખવો ?
પછી ફરી પણ ઘણા લાંબા કાળ સુધી ચિંતા અને પશ્ચાતાપ બાદ કોઈ સમાધાન ન મળવાથી લાંબો સંસાર અંગીકાર કરીને સાવધાચાર્યએ ક્યું કે આગમ ઉત્સર્ગ અને અપવાદથી મુક્ત છે. તમે આ જાણતા નથી કે એકાંત એ મિથ્યાત્વ છે. જિનાજ્ઞા અનેકાંતવાળી છે. હે ગૌતમ ! જેમ ગ્રીષ્મના તાપથી સંતાપ પામેલા મોરના ફ્ળોને વર્ષાાળના નવીન મેઘની જળધારા શાંત પમાડે તેમ તે દુષ્ટ શ્રોતાઓએ તેને બહુમાનપૂર્વક માન્ય કરી સ્વીકાર્યું.
ત્યાર પછી હે ગૌતમ ! એક જ વચન ઉચ્ચારવાના દોષથી અનંત સંસારીપણાનું ક્ર્મ બાંધી, તેનું પ્રતિક્રમણ ર્યા વિના, પાપના મહાસંઘ એક્ઠા કરી, તે ઉત્સૂત્ર વચનનો પશ્ચાતાપ કર્યા વિનાના મરી તે સાવધાચાર્ય વ્યંતર દેવ થયા.
ત્યાંથી સ્વયં પરદેશ ગયેલા પતિવાળી પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રીના ગર્ભમાં ઉત્પન્ન થયો. કોઈ સમયે તેની માતા-પુરોહિત પત્નીએ જાણ્યું કે પતિ પરદેશ છે, પુત્રી ગર્ભવતી થઈ છે. એ જાણીને હાહાહા મારી દુરાચારી પુત્રીએ મારા સર્વકુળ ઉપર મશીનો ચડો ફેરવ્યો. આબરુ ગઈ. તેથી પુરોહિતને આ વાત કહી. પછી અતિશય સંતાપ કરી, પુરોહિતે દૃઢ થઈ તે પુત્રીને દેશમાંથી કાઢી મુકી. કેમ કે આ મહા અસાધ્ય, અનિવાર્ય, અપયશ ફેલાવનારો મોટો દોષ હતો.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org