Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
પિતાએ કાઢી મૂક્યા પછી ક્યાંય સ્થાન ન મેળવતી થોડા કાળ પછી ઠંડી ગરમી વાયરાથી પરેશાન થયેલ, દુષ્કાળના દોષથી ક્ષુધાથી દુર્બળ કંઠવાળી તેણે ઘી, તેલ આદિ રસના વેપારીને ઘેર દાસી પણું કર્યું. ત્યાં ઘણી મદિરાપાન નારા પાસે એંઠી મદિરા મેળવીને એકઠી કરે, વારંવાર એઠું ખાય છે. કોઈક સમયે નિરંત એંઠા ભોજન કરતી અને ત્યાં ઘણી મદિરાદિ પીવા લાયક પદાર્થો દેખીને મદિરાપાન તથા માંસનું ભોજન કરીને રહેલી હતી. ત્યારે તેને એવો દોહદ થયો કે હું બહું મધપાન ક્યું પછી નટ, નાટકીયા, છત્રધારી, આરણ, ભટ્ટ, ભૂમિ ખોદનાર, નોર, ચોર વગેરે હલકી જાતિવાળાઓએ સારી રીતે ત્યાગ લ એવી ખરી, મસ્તક, પુંછ, કાન, હાડકાં, મૃતાદિ શરીર અવયવો,વાછરડાનાં તોડેલ અંગો જે ખાવા યોગ્ય ન હોય, તેવા હલકા એંઠા માંસ, મદિરાનું ભોજન કરવા લાગી.
ત્યાર પછી તે એંઠા માટીના કોડિયામાં જે કંઈ નાભિના મધ્યભાગમાં વિશેષ પ્રકારે પક્વ થયેલ માંસ હોય તેનું ભોજન રવા લાગી. એ પ્રમાણે કેટલાંક દિવસો જતાં મધ અને માંસ ઉપર અતિ ગૃદ્ધિવાળી બની. પછી વેપારીના ઘરના ભોજન, વસ્ત્રો કે બીજા પદાર્થોની ચોરી કરીને, બીજા સ્થાને વેંચીને, માંસ સહિત મધનો ભોગવટો કરવા લાગી. તે રસના વેપારીએ આ હક્તિ જાણી, રાજાને ફરિયાદ કરી. રાજાએ વધનો હક્ક્સ આપ્યો. પણ કુલધર્માનુસાર કોઈ ગર્ભવતી સ્ત્રી ગુનેગાર કરે તો બાળક નો જન્મ ન આપે ત્યાં સુધી તેનો વધ ન થાય.
વધ માટે નિયુક્ત કોટવાળ આદિ તેને પોતાને ઘેર લઈ જઈને પ્રસૂતિની રાહ જોવા લાગ્યા. તેની રક્ષા કરવા લાગ્યા કોઈ સમયે હરિકેશ જાતિવાળા હિંસક લોકો તેને પોતાને ત્યાં લઈ ગયા. કાળક્રમે સાવધાચાર્યનો જીવન બાળરૂપે જન્મ્યો. તુરંત બાળક્નો ત્યાગ ર્યો. મરણના ભયથી તે સ્ત્રી ત્યાંથી નાસી ગઈ. હે ગૌતમ ! તુરંત તે ચાંડાળોના જાણવામાં આવ્યું કે તે પાપીણી નાસી ગઈ. વધ કરનારે રાજાને જણાવ્યું કે હે દેવ ! કેળના ગર્ભ સમાન કોમળ બાળક્ને ત્યાગી તે દુરાચારિણી નાસી ગઈ.
૧૧૮
રાજાએ કહ્યું કે ભાગી ગઈ, તો જવા દો. પણ બાળક્ની બરાબર સંભાળ રાખજો, સર્વથા તેવો પ્રયત્ન કરજો કે બાળક મૃત્યુ ન પામે. એના ખર્ચ માટે ૫૦૦૦ દ્રવ્ય ગ્રહણ કરો. પછી રાજાના હુક્મથી પુત્રની જેમ તે લટાના પુત્રનું પાલન-પોષણ ર્યું. કોઈક સમયે કાળક્રમે તે પાપીં ફાંસી દેનારનો અધિપતિ મૃત્યુ પામ્યો. ત્યારે રાજાએ તે બાળક્ને તેનો વારસદાર બનાવ્યો. ૫૦૦ ચાંડાલનો અધિપતિ બનાવ્યો. ત્યાં તે તેવા ન કરવા યોગ્ય પાપો કરીને હે ગૌતમ ! અપ્રતિષ્ઠાન નામક સાતમી નરકે ગયો.
આ રીતે સાવધાચાર્યનો જીવન સાતમી નારકીના તેવા ઘોર પ્રચંડ રૌદ્ર અતિ ભયંકર દુઃખો ૩૩-સાગરોયમના લાંબાાળ સુધી મહાક્લેશપૂર્વક અનુભવીને ત્યાંથી નીક્ળી અહીં અંતર્દીપમાં એક ઉરૂગ જાતિમાં ઉત્પન્ન થયો, ત્યાંથી મરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org