Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૨
મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ
હે છે. આ સમગ્ર લોક્માં આ વાત સિદ્ધ કરવા યોગ્ય નથી. આવી વાત કેમ પ્રરૂપતા હશે ? આ તેમનું વ્યાખ્યાન પ્રગટપણે અત્યંત કાનમાં ક્કક્ડ રનારું છે. નિષ્કરણ ગળાને શોષવે છે. તે સિવાય કોઈ લાભ નથી. આવું વર્તન કોણ કરી શો ? માટે આના બદલે કંઈક સામાન્ય કે મધ્યમ ઉપદેશ કરવો જોઈએ. જેથી આપણી આવતા લોકો કંટાળી ન જાય.
[૧૧૧૨ થી ૧૧૧૬] અથવા હું ખરેખર મૂઢ, પાપર્કી, નરાધમ છું. હું તેમ તો નથી, પણ બીજા લોકો તો તેન વર્તે છે. વળી અનંત-જ્ઞાની સર્વજ્ઞએ આ હકીક્ત પ્રરૂપેલી છે, જે કોઈ તેમના વચનથી વિપરીત વાત કરે તેનો અર્થ ટકી શક્તો નથી, માટે હવે હું આનું ઘોર અતિદુષ્કર ઉત્તમ પ્રાયશ્ચિત એક્દમ તુરંત જલદી અતિ શીઘ્રતર સમયમાં રીશ, કે જેટલામાં મારું મૃત્યુ ન થાય. આશાતાનાથી મેં એવું પાપ કર્યું છે કે જેથી દેવતાઈ સો વર્ષનું એકત્રિત પુણ્ય પણ તેનાથી વિનાશ પામે છે. પછી સ્વમતિ ક્લ્પનાથી તેવું મહાઘોર પ્રાયશ્ચિત કરીને પ્રત્યેબુદ્ધની પાસે ફરીથી પણ ગયો.
[૧૧૧૭ થી ૧૧૨૩] ત્યાં પણ સૂત્રની વ્યાખ્યા સાંભળતા તે જ અધિકાર ફરી આવ્યો કે પૃથ્વી આદિનો સમારંભ સાધુ ત્રિવિધ ત્રિવિધે વર્ષે, અતિશય મૂઢ એવો તે ઈશ્વર સાધુ મૂર્ખ બનીને ચિંતવવા લાગ્યો કે આ જગતમાં કોણ તે પૃથ્વીકાયિકાદિનો સમારંભ તો નથી ? ખુદ પોતે જ પૃથ્વીકાય ઉપર બેઠેલા છ, અગ્નિથી પકાવેલ આહાર ખાય છે. તે સર્વે ધાન્યાદિ ઉત્પન્ન થાય છે. વળી પાણી વિના તો જીવ જ કેમ શાય ? તો ખરેખર આ પ્રત્યક્ષ જ વિપરીત દેખાય છે.
હું તેમની પાસે આવ્યો, પણ આ વાતમાં કોઈ શ્રદ્ધા કરવાના નથી. તો તેઓ ભલે અહીં રહે, આમના કરતાં આ ગણધર ઉત્તમ છે. અથવા તો અહીં એ કોઈ પણ મારું કહેલ કરશે નહીં. આવો ધર્મ પણ ક્યા કારણે કહેતો હશે ? જો અતિ આરો ધર્મ હેશે તો હવે હું ફરી સાંભળીશ નહીં.
[૧૧૨૪ થી ૧૧૩૮] અથવા તેમને બાજુ પર રાખો. હું જાતે જ સુખેથી બની શકે અને સર્વ લોકો કરી શકે એવો ધર્મ ક્હીશ. આજે આરો ધર્મ કરવાનો કાળ નથી. એમ ચિંતવે છે. તેટલામાં તો તેના ઉપર ધડ ધડ રતી વિજળી તૂટી પડી. હે ગૌતમ ! તે ત્યાં મૃત્યુ પામીને સાતમી નરકે ઉત્પન્ન થયો. શાસન શ્રમણપણું, શ્રુતજ્ઞાનના સંસર્ગના પ્રત્યનીપણાના કારણે ઈશ્વર લાંબોકાળ નરક્તા દુઃખો અનુભવીને અહીં આવીને મહાસમુદ્રમાં મહામત્સ્ય થઈ ફરીસાતમી નરક્માં તેત્રીશ સાગરોપમના દુઃસહય કાળમાં ભયં દુઃખો ભોગવીને અહીં આવેલા ઈશ્વરનો જીવ તિર્યંચપક્ષીમાં
કાગડો થયો.
ત્યાંથી મરી પહેલી નારકીમાં જઈ, આયું પૂર્ણ કરી અહીં દુષ્ટ શ્વાનપણે ઉત્પન્ન થઈ ફરી પહેલી નારકીમાં ગયો, ત્યાંથી નીક્ળી સિંહપણે ઉત્પન્ન થઈ. મરીને ચોથી નરકે ગયો. અહીં આવી, નરકે જઈ. તે ઈશ્વરનો જીવ કુંભાર પણે ઉપજ્યો. ત્યાં કુષ્ઠી થઈ અતિ દુઃખી થયો. કૃમિઓથી ફોલી ખવાતો ૫૦ વર્ષ સુધી પરાધીન પણે પારાવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org