Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ બીજા દેહમાં સંક્ષ્મણ રે છે.
૧૩૫૦ થી ૧૩૫૪] જ્યાં સુધી આયુષ્ય થોડું પણ ભોગવવું બાકી છે, જ્યાં સુધી હજુ અલપ પણ વ્યવસાય કરી શકો છો, ત્યાં સુધીમાં આત્મહિત સાધી લો. નહીં તો પાછળથી પશ્ચાતાપ કરવાનો પ્રસંગ સાંધશે, ઈંદ્ર ધનુષ, વિજળી, દેખતાંજ ક્ષણમાં અદશ્ય થાય તેવાં સંધ્યાના રાગો અને સ્વપ્ર સમાન આ દેહ છે, જે કાચા માટીના ઘડામાં ભરેલા જળની જેમ ક્ષણવારમાં પીગળી જાય છે. આટલું સમજીને જ્યાં સુધીમાં આવા ક્ષણભંગુર દેહથી છૂટકારો ન થાય ત્યાં સુધીમાં ઉગ્ર ષ્ટકારી ઘોર તપનું સેવન ક્રો. આયુક્રમ ક્યારે તુટશે તેનો ભરોસો નથી.
ગૌતમ ! હજાર વર્ષ સુધી અતિ વિપુલ પ્રમાણમાં સંયમનું સેવન ક્રનારને પણ છેલ્લે કંડરિની જેમ ક્લિષ્ટ ભાવ શુદ્ધ થતો નથી. કેટલાંક મહાત્માઓ જે પ્રમાણે શીલ અને ગ્રામય ગ્રહણ ક્યું હોય તે પ્રમાણે પુંડરિક મહર્ષિવત અપાળમાં કાર્યને સાધી લે.
[૧૩૫૫, ૧૩૫૬] જન્મ, જરા, મરણના દુખથી ઘેરાયેલા આ જીવને સંસારમાં સુખ નથી, માટે મોક્ષ જ એનંત ઉપદેશ-ગ્રહણ કરવા લાયક છે. હે ગૌતમ સર્વ પ્રકારે અને સર્વ ભાવોથી મોક્ષ મેળવવા માટે મળેલો માનવભવ સાર્થક ક્યો.
મહાનિશીથ સૂત્ર આધ્યયન-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org