Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫/-/૮૧૬
આચાર્ય પાસે શ્રામણ્યનું અનુપાલન કરતી હતી.
ગૌતમ ! તે સાધુઓ તેવા મનોહર ન હતા. કોઈક સમયે તે સાધુઓ આચાર્યને હેવા લાગ્યા કે ભગવન્ ! જો આપ આજ્ઞા આપો તો અમે તીર્થયાત્રા કરીને ચંદ્રપ્રભુસ્વામીના ધર્મચક્રને વંદન કરીને આવીએ. ત્યારે હે ગૌતમ ! અદીનમનથી, અત્વરાથી, ગંભીર-મધુરવાણીથી તે આચાર્ય તમેન ઉત્તર આપ્યો કે • શિષ્યોને સ્વકીય ઈચ્છા એવા સુંદર શબ્દોનો પ્રયોગ કરીને સુવિહિતોને તીર્થયાત્રા માટે જવું લ્પતું નથી. તો જ્યારે પાછ ૫ ફરવાનું થશે ત્યારે હું તમને યાત્રા અને ચંદ્રપ્રભુ સ્વામીને વંદન ાવીશ. બીજી વાત એ કે યાત્રા માટે અસંયમ કરવાનું મન થાય છે, આ કારણે તીર્થયાત્રાનો નિષેધ ાયેલ છે.
-
ત્યારે શિષ્યોએ પૂછ્યું કે તીર્થયાત્રા જતા સાધુને અસંયમ કેવી રીતે થાય ? ત્યારે ફરી પણ ઈચ્છારણ એમ બીજી વખત બોલાવીને ઘણાં લોકો વચ્ચે વ્યાકુળ બનીને આક્રોશથી ઉત્તર આપ્યો. પરંતુ ત્યારે આચાર્યએ ચિંતવ્યું કે મારું વનય ઉલ્લંઘીને પણ નક્કી આ શિષ્યો જશે જ. તે કારણે જ મીઠાં મીઠાં વચનો બોલે છે હવે કોઈ દિવસે મનથી બહુ વિચાર કરીને આચાર્ય ક્યું કે તમો થોડો પણ સૂત્રઅર્થ જાણો છો ખરા? જો જાણતા હો તો જેવો અસંયમ તીર્થયાત્રામાં થાય છે, તેવો અસંયમ સ્વયં જાણી શકાય છે. આ વિષયમાં વધુ ક્હીને શું ?
બીજું તમોએ સંસારનું સ્વરૂપ, જીવાદિ પદાર્થો, તેનું યથાયોગ્ય તત્વ જાણેલું છે. હવે કોઈ વખત ઘણાં ઉપાયોથી સમજાવ્યા. યાત્રા જતા નિવાર્યા. 'તો પણ તેઓ આચાર્યને છોડીને ક્રોધરૂપી યમ સાથે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા.
૧૦૩
તેઓ જતાં જતાં ક્યાંક આહાર ગવેષણાનો દોષ, ક્યાંક લીલી વનસ્પતિકાયનો સંઘટ્ટો, ક્યાંક બીજ ચાંપતા, ક્યાંક કીડી આદિ વિક્લેન્દ્રીય જીવો અને સાયના સંઘટ્ટન, પરિતાપન, ઉપદ્રવથી થતો અસંયમ રતાં હતાં. બેઠા બેઠા પણ પ્રતિક્રમણ કરતા ન હતા. કંઈક મોટા પાત્ર નાના પાત્ર ઉપરણાદિ બંને કાળ વિધિપૂર્વક પ્રેક્ષણ-પ્રમાર્જન કરી શક્તા નહ તા. પડિલેહણ વાયુાયના જીવોની વિરાધના થાય તેમ વસ્ત્રો ઝાટક્તા હતાં ઈત્યાદિ ગૌતમ ! તેનું કેટલું વર્ણન કરવું. ૧૮૦૦૦ શીલાંગો, ૧૭ ભેદે સંયમ, ૧ર ભેદે તપ, ક્ષમા આદિ દશવિધ શ્રમણધર્મ વગેરેના એક એક પદને અનેક વખત લાંબા કાળ સુધી ભણીને ગોખીને બંને અંગોરૂપ મહાશ્રુત સ્કંધ જેમણે સ્થિર પરિચિત કરેલા છે, અનેક ભાંગા અને સેંક્યો જોડાણો દુઃખે રીને જેઓ શીખેલા છે. નિરતિચાર ચારિત્રધર્મ પાળેલ છે. આ સર્વે જે પ્રમાણે કહેલું છે, તે પ્રમાણે નિરતિચાર પાળતા હતા, એ બધું સંભારી તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે મારા પરોક્ષમાં તે દુષ્ટ શીલવાળા શિષ્યો અજ્ઞાનપણાનાં કારણે અતિશય અસંયમ સેવશો તે સર્વ અસંયમ મને લાગુ પડશે. કેમ કે હું તેમનો ગુરુ છું. માટે હું તેમની પાછળ જઈને તેમને પ્રેરણા આપું કે જેથી આ અસંયમના વિષયમાં હું પ્રાયશ્ચિત અધિકારી ન બનું. એમ વિક્લ્પ કરીને તે આચાર્ય તેની પાછળ જેટલામાં ગયા તેટલામાં તો તેઓને અસંયમથી અને ખરાબ રીતે અવિધિથી જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org