Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫/-૨૦૦૪ થી ૮૦૬
દુઃખ થાય. જ્યારે જન્મ થાય ત્યારે યોનિ યંત્રમાં પીલાવાથી જે દુઃખ થાય તે તેનાથી ક્રોડ કે ક્રોડા ક્રોડ ગણું પણ દુ:ખ થાય. જન્મ થતો હોય અને મરણ પામતો હોય તે સમયનું જે દુઃખ તે સમયે તો તેના દુઃખાનુભવમાં પોતાની જાતિ ભૂલી જાય છે.
[૮૦૭ થી ૮૧૦] ગૌતમ ! જુદી જુદી યોનિમાં પરિભ્રમણ કરતા જો તે દુઃખવિપાકોનું સ્મરણ કરવામાં આવે તો જીવી ન શકાય. અરે! જન્મ, જરા, મરણ, દુર્ભાગ્ય, વ્યાધિની વાત બાજુ ઉપર રાખીએ. પણ ક્યો મહામતિવાળો ગર્ભાવાસથી લજ્જા ન પામે અને પ્રતિબોધિત ન થાય. ઘણાં રુધિર, પરૂથી ગંદકીવાળા, અશુચિ દુર્ગન્ધવાળા, મલથી પૂર્ણ, જોવા પણ ન ગમે એવા દુરભિગંધવાળા ગર્ભમાં કોણ ધૃતિ પામી શકે ? તો જેમાં એઅંત દુઃખ વિખરાઈ જવાનું છે, એકાંત સુખ પ્રાપ્ત થવાનું છે તેવી આજ્ઞાનો ભંગ ન કરવો. આજ્ઞાભંજને સુખ ક્યાંથી હોય ?
[૮૧૧] ભગવન્ ! ઉત્સર્ગે આઠ સાધુના અભાવમાં અથવા અપવાદથી ચાર સાધુઓ સાથે સાધ્વીનું ગમનાગમન નિષેધેલ છે. તેમજ ઉત્સર્ગથી દશ સંયતિથી ઓછી, અપવાદથી ચાર સંપત્તિના અભાવે ૧૦૦ હાથ ઉપરાંત જવાનું. ભગવંતે નિષેધેલ છે. આ આજ્ઞા ઉલ્લંધક સાધુ હોય કે સાધ્વી, તેને અનંતસંસારી હેલાં છે, તો પાંચમા આરાને અંતે એક્લા અસહાય દુષપસહ અણગાર હશે. વિષ્ણુશ્રી સાધ્વી પણ અસહાય એક્લા હશે. તો તેઓ કેવી રીતે આરાધક હશે ? ગૌતમ ! દુષમાળના અંતે તે ચારે ક્ષાયિક સમ્યક્ત્વ જ્ઞાન દર્શન ચાસ્ત્રિ યુક્ત હશે. તેમાં જે મહાયશા મહાનુભવી દુપ્પસહ અણગાર હશે તેઓનો અત્યંત વિશુદ્ધ દર્શન-જ્ઞાનચારિત્રાદિ ગુણોથી યુક્ત જેણે સારી રીતે સદ્ગતિનો માર્ગ જોયેલ છે. તેવા આશાતના ભીરુ, અત્યંત પરમશ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય, સમ્યક્ માર્ગમાં રહેલા, વાદળા રહિત નિર્મળ આશમાં શરદપૂર્ણિમાના વિમલચંદ્ર ક્લિણ સમાન ઉજ્જવલ ઉત્તમ યશવાળા, વિશેષ વિશેષ વંદન લાયક, પૂજ્યોમાં પરમપૂજ્ય હશે.
તથા તે સાધ્વી પણ સમ્યક્ત્વ જ્ઞાન ચારિત્રમાં પતાકી સમાન, મહાયશા,
મહાસત્વી, મહાનુભાગ એવા ગુણયુક્ત હોવાથી સારી રીતે જેનું નામ સ્મરણ કરી શકાય તેવા વિષ્ણુશ્રી સાધ્વી થશે. વળી જિનદત્ત અને ફલ્ગુશ્રી એ નામે શ્રાવ શ્રાવિકા થશે. ઘણાં દિવસ સુધી વર્ણવી શકાય તેવા ગુણવાળું તે યુગલ થશે. તેઓ સર્વેનું ૧૬-વર્ષનું ઉત્કૃષ્ટ આયુ હશે. આઠ વર્ગો ચાસ્ત્રિ પર્યાય પાળી, પાપની આલોચના કરીને, નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ બની એક ઉપવાસ ભક્ત ભોજન પ્રત્યાખ્યાન ી સૌધર્મ ક્લ્પ ઉપપાત થશે. પછી મનુષ્ય લોક્માં આગમન થશે, તો પણ તેઓ ગચ્છ વ્યવસ્થા તોડશે નહીં.
૧૦૧
[૮૧૨, ૮૧૩] ભગવન્ ! ક્યા કારણે એમ વ્હેવાય છે કે તો પણ ગચ્છ વ્યવસ્થા ઉલ્લંઘશે નહીં ? ગૌતમ ! અહીં નજીક્ના કાળમાં મહાયશા, મહાસત્વી, મહાનુભાવ શસ્થંભવ નામે મહાતપસ્વી, મહામતિ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનના ધારક અણગાર થશે. તેઓ પક્ષાપાત રહિતપણે અલ્પાયુવાળા ભવ્યસત્વોને જ્ઞાનાતિશય વડે ૧૧ અંગો, ૧૪ પૂર્વોના પરમસાર અને નવનીત સરખું અતિ પ્રગુણ યુક્ત સિદ્ધિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org