Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨/૩/૩૯૬
અધમાધમ પુરુષ ક્યો.
જે અધમ પુરુષ છે તે અનંતા કાળે બોધિ પ્રાપ્ત કરી શકે છે, પણ મહાપાપ ક્ર્માં દીક્ષિત સાધ્વી સાથે પણ કુર્મ ફ્ક્ત અધમાધમ પુરુષ અનંતી વખત અનંત સંસારમાં રખડે તો પણ બોધિ પામવા અધિકારી બનતો નથી. એ બીજો તફાવત જાણવો.
[૩૭] આ છ પુરુષોમાં સર્વોત્તમ પુરુષ તેને જાણવા કે જેઓ છદ્મસ્થ વીતરાગપણું પામ્યા હોય, જે ઉત્તમોત્તમ પુરુષ હેલા છે તે તેમને જાણવા કે જેઓ ઋદ્ધિ રહિત ઇત્યાદિથી લઇને ઉપશામક અને ક્ષપક મુનિવરો હોય. તેમજ ઉત્તમ તેમને જાણવા કે જેઓ અપ્રમત્ત મુનિવર હોય, આ પ્રમાણે આ પુરુષોની નિરૂપણા વી.
[૩૮] જેઓ વળી મિથ્યાર્દષ્ટિ થઈને ઉગ્ર બ્રહ્મચર્ધારી હોય, હિંસા-આરંભપરિગ્રહના ત્યાગી તે મિથ્યાર્દષ્ટિ જ છે. સમ્યક દૃષ્ટિ નથી, તેમને જીવાદિ નવ પદાર્થોના સદ્ભાવનું જ્ઞાન હોતું નથી, તેઓ ઉત્તમ પદાર્થ મોક્ષને અભિનંદતા કે પ્રશંસતા નથી. તેઓ બ્રહ્મચર્ય - હિંસાદિ પાપનો પરિહાર કરીને તે ધર્મના બદલામાં આગળના ભવ માટે દિવ્ય ઔદારિક વિષય ભોગો પ્રાર્થે છે. નિયાણું કરીને દેવાંગનાઓ મેળવે એટલે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય, સંસારના પૌદગલિક સુખો મેળવવાની ઇચ્છાથી નિયાણું રે.
-
[૩૯] વિમધ્યમ પુરુષો તે કહેવાય જેઓ તેવા પ્રકારના અધ્યવસાય અંગીકાર કરીને શ્રાવક્તા વ્રતો સ્વીકાર્યા હોય.
૪૫
[૪૦૦] જે અધમ અને ધમાધમ છે, તેઓ એઅંતે સ્ત્રીઓ માટે ક્યું તેમ કર્મ સ્થિતિ ઉપાર્જે. વિશેષ એ કે પુરુષને સ્ત્રીઓના રાગોત્પાદક સ્તન, મુખાદિ અવયવો યોનિ આદિ અંગો ઉપર અધિક રાગ ઉત્પન્ન થાય છે. આ પ્રમામે પુરુષોના છ પ્રકારો
જણાવ્યા.
[૪૦૧] ગૌતમ ! કેટલીક સ્ત્રી ભવ્ય, દૃઢ સમક્તિી હોય છે. તેઓ સર્વોત્તમ પુરુષની ક્ક્ષામાં આવે, પણ બધી સ્ત્રી તેવી ન હોય.
[૪૦૨] ગૌતમ ! જે સ્ત્રીને ત્રણ કાળ પુરુષ સંયોગની પ્રાપ્તિ ન થઈ, પુરુષ સંયોગ સંપ્રાપ્તિ સ્વાધીન છતાં પંદરમાં સમયે પણ પણ પુરુષ સાથે મેળાવ ન થયો. તો જેમ ઘણાં કાષ્ઠ, તૃણ, ઇંધણથી ભરપુર કોઇ ગામ, નગર કે અરણ્યમાં અગ્નિ સળગ્યો, ત્યારે પ્રચંડ પવન ફૂંકાયો, અગ્નિ વિશેષ પ્રદીપ્ત થયો. બાળી-બાળીને લાંબા કાળે તે અગ્નિ સ્વયં ઓલવાઇને શાંત થાય, તેમ સ્ત્રીનો કામાગ્નિ પ્રદીપ્ત થઇ વૃદ્ધિ પામે છે. પણ ચોથા સમયે શાંત થાય. એ પ્રમાણે યાવત્ સત્તાવીશમાં સમયે શાંત થાય, જે રીતે દીપશિખા એક્દમ અદ્રશ્ય થયેલ જણાય, પણ ફરી તેલ પુરવાથી કે સ્વયં કે તેવા ચૂર્ણના યોગથી પાછી પ્રગટ થઇને પ્રચલાયમાન થતી સળગવા લાગે. તેમ સ્ત્રી પણ પુરુષ દર્શનથી કે વાતચીતથી તેના આર્ષણ-મદ-કંદર્પથી તેનાં માગ્નિ સતેજ થાય છે, ફરી પણ જાગ્રત થાય છે.
[૪૦૩] ગૌતમ ! આવા સમયે જો સ્ત્રી ભય, લજ્જા, કુળ-ક્લનો દોષ ધર્મશ્રદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org