Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
ધર્માધનામાં તું પાર પામનારો થા. વડી દીક્ષામાં, ગણીપદની અનુજ્ઞામાં સાત વખત આ વિધાનો જાપ કરવો અને નિત્થારાગ પારગા હોહ એમ કહેવું. અંતિમ સાધના અનશન અંગીકાર કરે ત્યારે મંત્રીને વાસક્ષેપ કરવામાં આવે તો આત્મા આરાધક બને છે. આ વિધાના પ્રભાવથી વિઘ્નના સમૂહો ઉપશાંત થાય છે. શૂરવીર પુરુષ
સંગ્રામમાં પ્રવેશ કરે તો કોઈથી પરાભવ પામતો નથી. ક્ક્ષની સમાપ્તિમાં મંગલ અને ક્ષેમ નાર થાય છે.
[૫૮] તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ એ ચારે પ્રકારના શ્રમણસંઘના વિઘ્નો ઉપરાંત થાય છે અને ધર્મ કાર્યમાં સફળતા મેળવે છે. વળી તે મહાનુભવને એમ કહેવું કે ખરેખર તું ધન્ય છો, પુણ્યવંત છો, એમ બોલતા વાસક્ષેપ મંત્રીને લેવો. ત્યાર પછી જગત ગુરુ જિનેન્દ્રની આગળા સ્થાનમાં ગંધયુક્ત, ન માયેલી શ્વેત માળા ગ્રહણ કરીને ગુરુ મહારાજ પોતાના હસ્તથી બંને ખભા ઉપર આરોપણ કરતા કરતા નિઃ સંદેહ પણે આ પ્રમાણે તેને મ્હે કે – અરે મહાનુભવ ! જન્માંતરમાં ઉપાર્જિત મહાપુણ્ય સમૂહવાળા ! તેં તારો મેળવેલ, સુંદર રીતે ઉપાર્જિત માનવજન્મ
-
90
સફળ ર્યો. તારા નરક અને તિર્યંચગતિના દ્વારો બંધ થઈ ગયા. હવે તેને અપયશ, અપકીર્તિ, નીચ ગૌત્ર ક્ર્મનો બંધ નહીં થાય. ભવાંતરમાં પંચ નમસ્કારના પ્રભાવથી જ્યાં જ્યાં ઉત્પન્ન થઈશ ત્યાં ત્યાં ઉત્તમજાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ પુરુષ, આરોગ્ય, સંપત્તિ પ્રાપ્ત થશે. આ બધું તને મળશે જ.
વળી પંચ નમસ્કારના પ્રભાવથી તને દાસપણું, દારિદ્ર, દુર્ભાગ્ય, હીનકુળમાં જન્મ, વિક્લેન્દ્રિયપણું નહીં મળે. વધુ શું વ્હેવું?
હે ગૌતમ ! આ વ્હેલી વિધિથી જે કોઈ પંચ નમસ્કારાદિ શ્રુતજ્ઞાન ભણીને તેના અર્થાનુસાર પ્રયત્ન કરનારો થાય. સર્વ આવશ્યક આદિ નિત્ય અનુષ્ઠાનો તથા અઢાર હજાર શીલાંગોને વિશે રમણના નારો થાય, દાય તે સરાગપણે સંયમ ક્રિયાનું સેવન કરે તે કારણે નિર્વાણ ન પામે તો પણ ગ્રેવેચક, અનુતર આદિ ઉત્તમ દેવલોક્માં દીર્ઘકાળ આનંદ કરીને અહીં મનુષ્ય લોકમાં ઉત્તમ કુળમાં જન્મ પામીને ઉત્કૃષ્ટ સુંદર લાવણ્ય યુક્ત સંર્વાંગ સુંદર દેહ પામીને સર્વ ક્ળામાં નિષ્ણાંતપણું મેળવીને લોકોના મનનને આનંદ પામનારો થાય છે. સુરેન્દ્ર સમાન ઋધ્ધિ પામીને, એકાંત દયા અને અનુકંપામાં તત્પર, કામભોગોથી કંટાળેલો યથાર્થ ધર્માચરણથી કર્મરજ ખંખેરીને સિધ્ધિ પામે છે.
[૫૯] ભગવન્ ! જેવી રીતે પંચમંગલ ઉપધાન તપ કરીને વિધિપૂર્વક ગ્રહણ ર્યું, તેવી રીતે સામાવિકાદિ સમગ્ર શ્રુતજ્ઞાન ભણવું જોઈએ ?
ગૌતમ ! હા, તે જ પ્રમાણે વિનય અને ઉપધાન તપ પૂર્વક વિધિથી અધ્યયન કરવું જોઈએ. ખાસ કરીને તે શ્રુતજ્ઞાન ભણવાની અભિલાષાવાળાએ સર્વ પ્રયત્નથી આઠ પ્રકારના કાલાદિ આચારોનું રક્ષણ કરવું જોઈએ. અન્યથા શ્રુતજ્ઞાનની મહાઆશાતના થાય. બીજી એ વાત પણ ધ્યાનમાં રાખવી કે બાર અંગના શ્રુત જ્ઞાન માટે પહેલા અને છેલ્લા પ્રહરે ભણવા-ભણાવવાનો રોજ પ્રયત્ન કરવો અને પંચમંગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org