Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ રિ૧ થી ર૦૫] અશરણ તે જીવને ક્લેશ ન આપી સુખી ક્ય, તેથી અતિ હર્ષ પામે. સ્વસ્થચિત્ત થઇ વિચારે કે જો એક જીવને અભયદાન આપ્યું. હવે હું નિવૃત્તિ પામ્યો. ખણવાથી ઉત્પન્ન થનાર પાપ ર્મના દુઃખનો પણ મેં નાશ ક્ય. ખણવાથી અને તે જીવની વિરાધનાથી હુ મેળે ન જાણી શક્ત કે હું રોદ્રધ્યાનમાં જાત કે આત ધ્યાનમાં? તે બંને ધ્યાનથી એ દુઃખનો વર્ગ ગુણાંક ક્રેતાં તાં અનંતાનંત દુઃખ સુધી પહોંચી જાત. સમયના પણ આંતરા વિના સત-દિસ એક ધારું દુઃખ ભોગવતા મને વચ્ચે થોડો પણ વિસામો ન મળત. નરક અને તિર્યંચમાં એવું દુઃખ સાગરોપમના અસંખ્યાતા કાળ સુધી ભોગવવું પડતું, તે સમયે હૃદય રસરૂપ બનીને દુખાગ્નિ વડે જાણે પીગળી જતું હોય તેવું અનુભવત.
રિ૬] કુંથુઆનો સ્પર્શ ક્રીને ઉપાર્જિત દુઃખ ભોગવતી વેળા મનમાં એમ વિચાર થાય કે આ દુઃખ ન હોય તો સુંદર, પણ તે સમયે ચિંતવવું કે આ શુના સ્પર્શથી ઉત્પન્ન થયેલ ખણનું દુઃખ મને ક્યા હિસાબમાં ગણાય ?
રિ૭] ફ્યુઆના સ્પર્શનું દુઃખ અહીં માત્ર ઉપપલક્ષણથી ક્યું સંસારમાં સર્વ દુઃખ પ્રત્યક્ષ છે, અનુભવવા છતાં કેટલાંક જાણતા નથી.
રિ%, ૨૯] બીજા પણ મહાઘોર દુઃખ સર્વે સંસારીને હોય છે. ગૌતમ ! કેટલાંક દુઃખ અહીં વર્ણવવા ? જન્માંતરમાં માત્ર એટલું જ બોલ્યો હોય કે – હણો, મારોતેટલાં વચમાત્રનો વિપાક હું છું.
રિ૮૦ થી ૨૮૩] જયાં જયાં તે ઉત્પન્ન થાય, ત્યાં ત્યાં ઘણાં ભવનમાં હંમેશાં મરાતો, પીટાતો, કૂટાતો હંમેશાં ભ્રમણ ક્રે છે. જે કોઈ પ્રાણીના કે કીડા-પતંગીયાદિ જીવોના અંગો, ઉપાંગો, આંખ, કાન, નાસિક, કેડ, હાડí, પીઠ ભાગાદિ શરીર અવયવોને ભાંગી નાખે તોડી નાંખે કે ભંગાવી-તોડાવી નંખાવે અથવા તેમ ક્રનારને સારો માને તો તે કરેલા કર્મના ઉદયથી ધાણીમાં તલની જેમ પીલાશે. આ રીતે એક, બે, ત્રણ વીસ, ત્રીશ, સો હજાર કે લાખ નહીં પણ સંખ્યાતા ભવો સુધી દુઃખની પરંપરા પામશે.
[૨૮૪ થી ૨૮ પ્રમાદ, અજ્ઞાન કે ઇર્ષ્યાથી જે કોઈ અસત્ય વચન બોલે, સામાને અણગમતા અનિષ્ટ વચન સંભળાવે, કામદેવ કે શઠપણાંના અભિમાનથી, દુરાગ્રહથી વારંવાર બોલે, બોલાવે કે અનુમોદે, ક્રોધ-લોભ-ભય-હાસ્યથી અસત્ય, અણગમતું,
અનિષ્ટ વચન બોલે તો તે ર્મના ઉદયથી મૂંગો, ગંધાતા મુખવાળો, મૂર્ખ, રોગી, નિફળ વયની, દરેક ભવમાં પોતાના તરફથી જ લઘુપણું, સારા વર્તનવાળો હોવા છતાં બધે ખોટા ક્લંક મેળવનાર થાય.
[૨૮] જીવનિકાયના હિતાર્થે યથાર્થ વચન બોલાયું હોય તે વચન નિર્દોષ છે. અસત્ય હોય તો પણ અસત્યનો દોષ ન લાગે.
રિ૮૮) એમ ચોરી આદિના ફળો જાણવા. ખેતી આદિ આરંભ કર્મોથી પ્રાપ્ત ધનની આ કે પૂર્વજન્મમાં કાપાપથી હાનિ દેખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org