Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 204 પન્નવણા - 2 - 193 નોમાં, વિમાનાવલિકાઓમાં વિમાન પ્રસ્તટોમાં, વિમાનછિદ્રોમાં વિમાનનિષ્ફટોમાં, તિયશ્લોકમાં પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરમાં બધા ય લોકાકાશમાં, લોકનિષ્ફટોમાં, અહીં બધે પયત બાદર વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતવડે લોકના અસંખ્યાતા ભાગોમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતા ભાગોમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતા ભાગોમાં રહે છે. હે ભગવન્! અપર્યાપ્તા બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાનો છે, ત્યાંજ અપયા બાદર વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાતવડે સર્વલોકમાં, સમુદ ઘાતડે સર્વ લોકમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતા ભાગોમાં છે. હે ભગવન! પર્યાપ્તા અને અપર્યાપ્ત વાયુકાયિકના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ ! તેઓ બધા એક પ્રકારના, વિશેષરહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત કહ્યાં છે. હે ભગવન્! પર્યાપ્તા બાદર વનસ્પતિ કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ સાત ઘનોદધિમાં સાત ઘનોદધિવલયોમાં, અધોલોકમાં પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ઉર્ધ્વલોકમાં કલ્પોમાં, વિમાનાવલિકા ઓમાં, વિમાનપ્રસ્તટોમાં, તીરછા લોકમાં અવટ કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, કહોમાં, વાવીઓમાં, પુષ્કરિણીઓમાં, દીધિકા ઓમાં ગુંજાલિકાઓમાં, સરોવરોમાં, સરોવર પંક્તિઓમાં, સરસર પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, ઉઝરોમાં ઝરણા ઓમાં, નિઝરોમાં, છિલ્લરોમાં, પલ્વલોમાં, વપ્રોમાં. દ્વીપોમાં, સમુદ્રોમાં, સર્વ જલાશયોમાં, જળસ્થાનોમાં અહીં પર્યાપ્ત બાદર વનસ્પતિરકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતને આશ્રયી સર્વલોકમાં, સમુદ્ ઘાતને આશ્રીને સર્વલોકમાં અને સ્વસ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતા ભાગમાં છે. હે ભગવનું ! અપર્યાપ્ત બાદરવનસ્પતિ કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! જ્યાં પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના સ્થાનો છે ત્યાંજ અપર્યાપ્ત બાદર વનસ્પતિ કાયિકોના સ્થાનો છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુધાતવડે સર્વલોકમાં, અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમાં ભાગ માં છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! તે બધા એક પ્રકારના, વિષરહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે. હે ભગવનુ ! પર્યાપ્તા અને અપતિ બેઈન્દ્રિયોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! ઉર્ધ્વ લોકમાં તેના એક ભાગમાં,અધોલોકમાં તેના એક ભાગમાં, તિર્યશ્લોક માં અવટ-કૂવા, તળાવો, નદીઓ, કહો, વાવો. પુષ્કરિણીઓ, દધિકાઓ યાવત્ બધા જળાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્ત બેઈન્દ્રિયોના સ્થાનો કહેલાં છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્યાતવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે લોકમાં અસંખ્યાતમા ભાગમાં હોય છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા તેઈન્દ્રિયોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! ઉર્ધ્વ લોકમાં તેના એક ભાગ માં, અધોલોકમાં તેના એક ભાગમાં, તીરછા લોકમાં-કૂવાઓ, તળાવો, નદીઓ, કહો, વાવતું જલા શયો તથા જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અ૫પ્તિ તેઈન્દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત સમુદ્ધાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ચઉરિન્દ્રિયોના ક્યાં સ્થાનો કહ્યાંછે? હે ગૌતમ ! ઉ લોકમાં તેના એક ભાગમાં, અધોલોકમાં તેના એક ભાગમાં, તરછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org