Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧૪ 303 વડે, માયા વડે અને લોભ વડે. એમ નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગ વનું! જીવો કેટલાં સ્થાને-આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કરે છે ? હે ગૌતમ ! ક્રોધ આદિ ચાર કારણે. એ પ્રમાણે નૈરયિકોથી માંડી યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો કેટલાં કારણે આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કરશે ? હે ગૌતમ ! ક્રોધ આદિ ચાર કારણે. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો કેટલાં કારણે આઠ કમપ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો? હે ગૌતમ ! ક્રોધાદિચાર કારણો.એ પ્રમાણે નૈરયિકોથી માંડી યાવતુ-વૈમાનિકો સુધી જાણવું.હે ભગવન જીવો કેટલાં કારણો -ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! ચાર કારણો યાવતુ લોભ વડે ઉપચય કરે છે. એમ નૈરયિ કોથી આરંભી યાવત વૈમાનિકો સુધી જાણવું. એમ ઉપચય કરશે’ એ સંબન્ધ સૂત્ર જાણવું. હે ભગવન્! જીવોએ કેટલાં કારણે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કર્યો હતો ? હે ગૌતમ! ચાર કારણે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કર્યો હતો, તે આ પ્રમાણે ક્રોધ વડે, યા વતુ લોભ વડે. એ પ્રમાણે નૈરયિકો યાવતુ વૈમાનિકો જાણવા. બાંધી હતી, બાંધે છે અને બાંધશે, ઉદરી હતી, ઉદીરે છે અને ઉદરશે. વેદી હતી, વેદે છે અને વેદશે, નિર્જરા કરી હતી, કરે છે અને કરશે. એ પ્રમાણે જીવથી માંડી વૈમાનિક પર્યન્ત (પ્રત્યેકના) અઢાર દંડક જાણવા. યાવતુ વૈમાનિકોએ નિર્જરા કરી હતી. નિર્જરા કરે છે અને નિર્જરા કરશે. [418] આત્મપ્રતિષ્ઠિત, ક્ષેત્રને આશ્રયી, અનંતાનુબન્ધી, આભોગ, ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના તથા નિર્જરા એ પદસહિત સૂત્રો જાણવા. પદ-૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૫-ઈન્દ્રિય) - ઉદેસી-૧ - 4i19-420] સંસ્થાન બાહલ્ય, પૃથુત્વ, કતિપ્રદેશ-અવગાઢ- અલ્પબદુત્વ, પૃષ્ટ, પ્રવિષ્ટ, વિષય, અનગાર, આહાર, આદર્શ, અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત, વસા, કાંબલ,-સ્તંભ, વિગલ-દ્વીપોદધિ, લોક અને અલોક સંબંધે પહેલા ઉદ્દેશકમાં પચીશ અધિકાર છે. ૪ર૧ હે ભગવન્! કેટલી ઈન્દ્રિયો છે ? હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે. તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. હે ભગવન્! શ્રોત્રન્દ્રિયો કેવો આકાર છે? હે ગૌતમ! કદંબ પુષ્પના જેવો. ચક્ષુઇન્દ્રિયનો કેવો આકાર છે ? હે ગૌતમ ! મસૂર ચન્દ્રના જેવો ધ્રાણેજિયનો કેવો આકાર છે? હે ગૌતમ ! અતિમુક્ત પુષ્પના જેવો. જિહુવેન્દ્રિયનો કેવો આકાર છે ? હે ગૌતમ અસ્ત્રાના જેવો. સ્પર્શનેન્દ્રિયનો કેવો આકાર છે? અનેક પ્રકારનો આકાર છે. હે ભગવનું ! શ્રોત્રેન્દ્રિયની જાડાઇ કેટલી છે ? હે ગૌતમ ! અંગુલના અસંખ્યાતમા ભાગની જાડાઈ છે. એ પ્રમાણે થાવત્ સ્પર્શનેન્દ્રિય સુધી સમજવું. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે. હે ગૌતમ ! અંગુલા અસંખ્યાતમા ભાગ પ્રમાણે. એ પ્રમાણે ચક્ષઈન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય સંબંધે જાણવું. હે ભગવન્! જિન્દ્રિયનો કેટલો વિસ્તાર છે ? હે ગૌતમ ! અંગુલી પૃથક–પ્રમાણ. પર્શનેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે ? હે ગૌતમ! શરીરપ્રમાણ. શ્રોત્રન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે ? હે ગૌતમ ! અનન્ત પ્રદેશવાળી છે. એ પ્રમાણે યાવતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org