Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 350 પન્નવણા - 20-503 માં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જેમ પૃથિવીકાયિકો સંબંધે કહ્યું છે તેમ કહેવું. પરતુ મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને યાવતું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન કરે. એ પ્રમાણે તેઈન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો પણ યાવતું મન:પર્યવ જ્ઞાનને ઉત્પન્ન કરે. તે કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે ? હે ગૌતમ! એ અર્થ સમર્થનથી. પ૦૪હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક પંચેન્દ્રિય તિર્યચોથી નીકળી પછીના ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ પ્રરુપેલા ધર્મનું શ્રવણ કરે? હે ગૌતમ! કોઈ શ્રવણ કરે અને કોઈ શ્રવણ ન કરે. જે કેવલી પ્રપિત ધર્મનું શ્રવણ કરે તે કેવલીએ પ્રપેલા ધર્મને જાણે ? હે ગૌતમ! કોઈ જાણે અને કોઈ ન જાણે. હે ભગવન! જે કેવલજ્ઞાની પ્રરુપિત ધર્મને જાણે તે તેની શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે અને રુચિ કરે ? હા ગૌતમ ! યાવતુ રુચિ કરે. હે ભગવન્! જે શ્રદ્ધા કરે પ્રતીતિ કરે અને અચિ કરે તે આભિ નિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! યાવતું ઉત્પન્ન કરે. હે ભગવન્! જે આભિનિ બોધિક જ્ઞાન શ્રુતજ્ઞાન અને અબધિજ્ઞાન ઉત્પન્ન કરે તે શીલ-બ્રહ્મચર્ય વ્રત યાવતુ સ્વીકારવાને સમર્થ થાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારમાં વાવતુ. સ્તનિકુમારમાં કહેવું. એકન્દ્રિય અને વિકલેન્દ્રિયોમાં પૃથિવીકાયિક કહ્યો તેમ કહેવો. પંચેન્દ્રિય તિર્યંચોમાં અને મનુષ્યોમાં નૈરયિકની પેઠે જાણવું. વ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકોમાં જેમ નૈરયિકોમાં પ્રશ્ન કર્યો તેમ કહેવું. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયની પેઠે મનુષ્ય સંબંધે પણ કહેવું. વ્યત્તર જ્યોતિર્ષિક અને વૈમાનિક અસરકુમારની પેઠે કહેવા. [પ૦૫] હે ભગવન્! રત્નપ્રભાકૃથિવીનો નૈરયિક રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામે? હે ગૌતમ! કોઈ પાસે અને કોઈ ન પામે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકે તીર્થકર નામ ગોત્ર કર્મ બાંધ્યું છે, નિધન કર્યું છે, નિકાચિત કર્યું છે, પ્રસ્થાપિત કર્યું છે, નિવિષ્ટ, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત -ઉદયાભિમુખ અને ઉદયમાં આવ્યું છે, પણ ઉપશાન્ત કર્યું નથી તે રત્નપ્રભા પૃથિવીનો નૈરયિક રત્નપ્રભાવૃથિવીના નૈરયિકોથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામે છે. જે રત્નપ્રભા પૃથિવીના નૈરયિક તીર્થંકર નામગોત્ર કર્મ બાંધ્યું નથી, યાવતુ ઉદયમાં આણેલું નથી, ઉપશાન્ત થયેલું છે, તે રત્ન પ્રભા પૃથિવીનો નિરયિક રત્નપ્રભા પૃથિવીના નૈરવિ કોથી નીકળી પછીના ભવમાં તીર્થકરપણું પામતો નથી.એ પ્રમાણે શર્કરાપભાથીયાવતુવાલુકપ્રભાના નૈરયિકોથી નીકળી તીર્થકરપણું પામે. પંકપ્રભા પૃથિવીથી નીકળી પછીના ભાવમાં તીર્થંકરપણું પામે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પણ અન્તક્રિયા કરે. ધૂમપ્રભ પૃથિવી સંબંધે પૃચ્છા. એટલે ત્યાંથી નીકળી તીર્થંકરપણું પામે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પરંતુ તે સર્વવિરતિ પ્રાપ્ત કરે. તમપ્રભા પૃથિવી સંબંધે પૃચ્છા. હે ગૌતમ એ અર્થ સમર્થ નથી, પરંતુ ત્યાંથી નીકળી દેશવિરતિ પ્રાપ્ત કરે. અધઃ સપ્તમ પૃથિવી -સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પરંતુ ત્યાંથી નીકળેલો સંશયત્ત્વ પ્રાપ્ત કરે. અસુરકુમાર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ અંતક્રિયા કરે. એ પ્રમાણે નિરન્તર યાવતુ અપ્લાયિક સુધી જાણવું. હે ભગવન્! તેજસ્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભવમાં તીર્થકર પણું પામે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ કેવલ જ્ઞાનીએ કહેલા ધર્મનું શ્રવણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org