Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 388 પન્નવસા- ૨૮૧પપર થાવતું દસગુણ કાળા વર્ણવાળા, સંખ્યાત ગુણ, અસંખ્યાતગુણ કે અનન્તગુણ કાળાવર્ણવાળા પગલોનો આહાર કરે છે ? હે ગૌતમ ! તેમજ છે. આહાર કરે છે. એ પ્રમાણે યાવતું અનન્તગુણ શુક્લવર્ણવાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે. એમ ગબ્ધ અને રસની અપેક્ષાએ પણ સમજવું. ભાવથી જે સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે તેમાં એક સ્પર્શવાળાનો, બે સ્પર્શવાળાનો અને ત્રણ સ્પર્શ વાળાનો આહાર કરતો નથી, પરન્તુ ચાર સ્પર્શવાળા પદુગલોનો આહાર કરે છે, યાવતું આઠ સ્પર્શવાળાનો પણ આહાર કરે છે. વિશેષમાર્ગણાને આશ્રયી કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે, યાવતું પગલોનો પણ આહાર કરે છે. સ્પર્શથી બે કર્કશ યુગલોનો આહાર કરે છે તે એકગુણ કર્કશ યુગલોનો આહાર કરે છે, યાવતું અનન્તગુણ કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે? હે ગૌતમ! એકગુણ કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે, યાવતુ અનન્તગુણ કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે. એમ આઠે સ્પર્શી કહેવા. યાવતુ અનન્તગુણ રુક્ષ પુગલોનો પણ આહાર કરે છે. હે ભગવન્! જે અનન્તગુણ રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે તે શું સ્પષ્ટ-પુદ્ગલોનો આહાર કરે છે કે નહિ સ્પર્શેલા પુદ્ગલોનો. આહાર કરે છે? હે ગૌતમ! સ્પર્શેલા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે, પણ નહિ સ્પર્શેલા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરતો નથી-ઈત્યાદિ જેમ ભાષા ઉદેશકમાં કહ્યું છે તેમ યાવતુ છે દિશામાં રહેલા પદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. સામાન્ય કારણથી અપેક્ષાએ વર્ષથી કાળાં અને લીલાં, ગધથી દુર્ગન્ધી, રસથી કડવાં અને સ્પર્શથી કર્કશ, ગુર, શીત અને રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. તેઓના પૂર્વના વર્ણગુણ,ગધગુણ,રસગુણ અને સ્પર્શગુણનો વિપરિણામ કરી, પરિપીડન કરી, નાશ કરી, વિધ્વંસ કરી બીજા અપૂર્વ વર્ણગુણ, રસગુણ અને સ્પગુણને ઉત્પન્ન કરી પોતાના શરીરરૂપે ક્ષેત્રમાં રહેલાં. પુદ્ગલોની સર્વ આત્મા વડે આહાર કરે છે. હે ભગવન્! નૈરયિકો સર્વત આહાર કરે છે, સર્વતઃ પરિણમાવે છે, સવાંત્મા વડે ઉચ્છવાસ લે છે, સર્વાત્મા વડે નિઃશ્વાસ મુકે છે. વારંવાર આહાર કરે છે, વારંવાર પરિણાવે છે, વારંવાર ઉચ્છવાસ લે છે અને વારંવાર નિઃશ્વાસ મુકે છે, કદાચિત્ આહાર કરે છે, કદાચિતું પરિણમાવે છે, કદાચિત્ ઉચ્છવાસ લે છે અને કદાચિનિઃશ્વાસ મુકે છે? હે ગૌતમ! એ પ્રમાણે તેજ કહેવું. હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુગલોના કેટલા ભાગનો ભવિષ્ય કાળે આહાર કરે છે, કેટલા ભાગનો આસ્વાદ કરે છે? હે ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહારપણે ઉપયોગ કરે છે અને અનન્તમાં ભાગનો આસ્વાદ લે છે. હે ભગવાન! નરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે બધા પુદ્ગલોનો આહાર કરે છે કે બધા પગલોનો આહાર કરતો નથી? હે ગૌતમ! તે બધા અપરિશેષ પુદ્ગલોનો આહાર કરે છે. હે ભગવન્! નૈરયિકો જે પુગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ! તેઓને શ્રોત્રેન્દ્રિય પણે, યાવતુ સ્પર્શેન્દ્રિયપણે, અનિષ્ટપણે, અકાન્તપણે, અપ્રિયપણે, અશુભપણે, અમનોજ્ઞપણે, અમનોહરપણે, અનિચ્છનીયપણે, અનભિલાષિતરૂપે. અધોપણે ભારે પણે પણ ઊર્ધ્વપણે-લઘુપણે નહિ, દુખરૂપે પણ સુખરૂપે નહિ એવા પ્રકારે એઓને વારંવાર પરિણમે છે. [પપ૩] હે ભગવન્! અસુરકુમારો આહારની ઈચ્છાવાળા હોય? હા ગૌતમ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org