Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 40 પન્ના -33-581 હે ભગવન્! સૌધર્મ દેવો કેટલું ક્ષેત્ર અવધિવડે જાણે અને દેખે ? હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચે યાવતું આ રત્નપ્રભાના ચરમ ભાગને, તીરછું અસંખ્યાતા દ્વીપસમુદ્ર પર્યન્ત અને ઊર્ધ્વ ઉપર પોતપોતાના વિમાનો સુધી અવધિજ્ઞાન વજે જાણે છે અને દેખે છે. એમ ઈશાનદેવો પણ જાણવા. સનકુમાર દેવો પણ એમજ સમજવા, પરન્તુ નીચે બીજી શર્કરપ્રભા પૃથિવીના નીચેના ચરમભાગ સુધી જાણે અને દેખે. એમ દેવો પણ જાણવા. બ્રહ્મલોક અને લાન્તક દેવો ત્રીજી વાલુકા પ્રભા પૃથિવીના નીચેના ચરમ ભાગને જાણે છે. મહાશુક્ર અને સહસ્ત્રાર દેવો ચોથી પંતપ્રભા પૃથિવીના નીચેના ચરમાન્તને જાણે છે અને દેખે છે. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવો નીચે પાંચમી નરકમૃથિવીના નીચેના ચરમ ભાગ સુધી જાણે છે અને દેખે છે. નીચેના અને મધ્યમ ત્રિકના શ્રેયક દેવો નીચે છઠ્ઠી તમાકૃથિવીના નીચેના ચરમ ભાગ સુધી જાણે છે. હે ભગવન્! ઉપરના રૈવેયક દેવો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાન વડે જાણે અને દેખે ? હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચેની સાતમી નરકમૃથિવીના નીચેના ચરમાન્ત સુધી, તીરછું અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર પર્યન્ત. અને ઉપર પોતપોતાના વિમાનો સુધી અવધિજ્ઞાન વડે જાણે છે. હે ભગવનું ! અનુત્તરીપપાતિક દેવો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાન વજે જાણે અને દેખે ? ગૌતમ ! સંપૂર્ણ લોકનાડીને અવધિવડે જાણે છે અને દેખે છે. પિ૮૨] હે ભગવનું ! નરયિકોને અવધિજ્ઞાન કેવા સંસ્થાન-આકારવાળું હોય? હે ગૌતમ ! ત્રાપાના આકાર જેવું. અસુરકુમારો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પાલાના જેવા સંસ્થાનવાળું છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો. સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! અનેક પ્રકારના આકારવાળું છે. એ પ્રમાણે મનુષ્યોને પણ જાણવું. વ્યન્તરો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પટના-જેવું સંસ્થાન છે. જ્યોતિષિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેનો આકાર ઝાલરના જેવો છે. સૌધર્મ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેનો આકાર ઉભા રહેલા મૃદંગના જેવો છે. એ પ્રમાણે વાવત અય્યતા દેવો. સુધી જાણવું. રૈવેયક દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેનો આકાર પુષ્પની. ચંગેરી જેવો છે. અનુત્તરીયપાતિક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેના અવધિજ્ઞાનનો આકાર જવનાલિકા-જેવો છે. પિ૮૩ હે ભગવન્! નૈરયિકો અવધિજ્ઞાનના અન્તઃ મધ્યવર્તી હોય છે કે બહાર હોય છે? હે ગૌતમ! તેઓ અન્તઃમધ્યવર્તી હોય છે, પણ બહાર હોતા નથી. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ અવધિના અન્તઃ મધ્યવર્તી પણ હોય છે અને બહાર પણ હોય છે. મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ અવધિના અન્તઃ મધ્યવર્તી પણ હોય છે અને બાહ્ય પણ હોય છે. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવનું ! નૈરયિકોને દેશાવધિ હોય છે કે સર્વાવધિ હોય છે? હે ગૌતમ! દેશાવધિ હોય છે, પણ સવવધિ હોતું નથી. એ પ્રમાણે સ્વનિતકુમારી સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને દેશાવધિ હોય છે પણ સવધિ હોતું નથી. મનુષ્યો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને દેશાવધિ પણ હોય છે અને સવવિધિ પણ હોય છે. વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને નૈરયિકોની જેમ કહેતું. હે ભગવન્! નૈરયિકોને અવધિજ્ઞાન આનુગામિક, અનાનુગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org