Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ - - 348 પન્નવણા - 20-499 કરે? હે ગૌતમ ! જઘન્યથી એક, બે અને ત્રણ અને ઉત્કર્ષથી ચાર અન્તક્રિયા કરે. હે ભગવન્! અસુરકુમારો તુરત પછીના ભવમાં આવી એક સમયે કેટલા અન્તક્રિયા કરે ? હે ગૌતમ! જઘન્યથી એક, બે અને ત્રણ અને ઉત્કર્ષથી દસ અન્તક્રિયા કરે. હે ભગવન્! અસુરકુમારીઓ તુરત પછીના ભવમાં આવી એક સમયે કેટલી અન્તક્રિયા કરે ? હે ગૌતમ ! જઘન્ય એક, બે અને ત્રણ અને ઉત્કર્ષથી પાંચ અન્તક્રિયા કરે. એ પ્રમાણે જેમ દેવીસહિત અસુરકુમારો કહ્યા તેમ યાવતું સ્તનતકુમારો જાણવા. હે ભગવનું ! પૃથિવીકાયિકો પછીના ભાવમાં આવી એક સમયે કેટલા અન્તક્રિયા કરે ? હે ગૌતમ ! જઘન્ય એક, બે અને ત્રણ અને ઉત્કર્ષથી ચાર અન્તક્રિયા કરે. એ પ્રમાણે અપ્લાયિકો પણ. ચાર, વનસ્પતિકાયિકો છે, પંચેન્દ્રિય તિર્યંચયોનિકો દસ, તિર્યંચશ્રીઓ દસ, મનુષ્યો દસ, મનુષ્યસ્ત્રીઓ વીશ, અન્તક્રિયા કરે. પિ00]હે ભગવન્! નૈરયિક નૈરયિકોથી નીકળી પછીના ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિક નૈરયિકોથી નીકળી પછીના ભાવમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે નિરંતર યાવતુ ચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવર્નરયિક નૈરયિકોથી નીકળી પછીના ભવમાં પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ન ઉત્પન્ન થાય. હે ભગવન્! જે નૈરયિકોથી નીકળી પછીના ભવમાં પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશ કરેલા ધર્મને શ્રવણરુપે પ્રાપ્ત કરે-સાંભલે ? હે ગૌતમ ! કોઈ પ્રાપ્ત કરે અને કોઈ ન પ્રાપ્ત કરે-હે ભગવન્! જે કેવળજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મને શ્રવણ રુપે પ્રાપ્ત કરે તે કેવલીએ કહેલા બોધિ-ધર્મને જાણે ? હે ગૌતમ! કોઈ જાણે અને કોઈ ન જાણે. હે ભગવન્! હે ભગવન્! જે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને જાણે તે તેની શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, રુચિ કરે? હે ગૌતમ! તે શ્રદ્ધા કરે પ્રતીતિ અને ચિ કરે. હે ભગવન્! જે શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, પ્રતીતિ કરે, અને રૂચિ કરે તે અભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! ઉત્પન્ન કરે. હે ભગવન્! જે આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન અને પોષધોપવાસ અંગીકાર કરવાને સમર્થ થાય ? હે ગૌતમ ! કોઈ સમર્થ થાય અને કોઈ સમર્થ ન થાય. હે ભગવન્! જે શીલ યાવતુ પોષધોપવાસ અંગીકાર કરવાને સમર્થ થાયતે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે ? હે ગૌતમ ! કોઈ ઉત્પન્ન કરે અને કોઈ ન ઉત્પન્ન કરે. હે ભગવન! જે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે તે મુંડ થઈ અગારથી ગૃહસ્થાવાસથી અનગારપણું- અંગીકાર કરવાને સમર્થ થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ભગવન્નરયિક નૈરયિકોથી નીકળી પછીના ભવમાં મનુષ્યોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ન ઉત્પન્ન થાય. હે ભગવન્! જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મને શ્રવણ રુપે પ્રાપ્ત કરે ? હે ગૌતમ! જેમ પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે કહ્યું તેમ કહેવું યાવતુ જે અવધિજ્ઞાનને ઉત્પન્ન કરે તે મુંડ-ત્યાગી થઈને અગારવાસથી અનગારીપણું સ્વીકારવાને સમર્થ થાય ? હે ગૌતમ ! કોઈ સમર્થ થાય અને કોઈ ન થાય. હે ભગવનું જે મુંડ થઈને અગારવાસથી અનગારીપણું સ્વીકારવાને સમર્થ થાય તે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે ? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન કરે અને કોઈ ન ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org