Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૨૦ ૩પ૧ એ પ્રમાણે વાયુકાયિક સંબંધે જાણવું. વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ અન્તક્રિયા કરે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચઉરિન્દ્રિય સંબંધે પૃચ્છા. હે ગૌતમીએ અર્થ સમર્થ નથી.પણ મનઃસ્પર્યવ જ્ઞાન ઉત્પન્ન કરે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યન્તર અને જ્યોતિષિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ !એ અર્થ સમર્થ નથી, પણ અન્તક્રિયા કરે. હે ભગવન્! સૌધર્મ દેવ ચ્યવી પછીના ભાવમાં તીર્થકરપણું પામે ? હે ગૌતમ! કોઈ પામે અને કોઈ ન પામે. એ પ્રમાણે જેમ રત્નપ્રભા નૈરયિક સંબંધે કહ્યું તેમ સર્વાર્થસિદ્ધ દેવ સુધી કહેવું. પિ૦૬] હે ભગવનું ! રત્નપ્રભા પૃથિવીનો નૈરયિક રત્નપ્રભાના નૈરયિકોથી નીકળી પછીના ભાવમાં ચક્રવતિપર્ણ પામે? હે ગૌતમ ! કોઈ પામે અને કોઈ ન પામે. હે ભગવન! એમશા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેમ રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોના તીર્થકરપણા સંબંધે કહ્યું છે તેમ ચક્રવતિપણા સંબધે કહેવું. હે ભગવન્! શર્કરામભાનો. નિરયિક નીકળી પછીના ભવમાં ચક્રવતિપણું પામે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે નીચે સાતમી પૃથિવીના નૈરયિક સુધી કહેવું. તિર્યંચ અને મનુષ્ય સંબંધે પૃચ્છા. એટલે ત્યાંથી નીકળી ચક્રવર્તિપણે પામે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિક નીકળી ચક્રવર્તિપણે પામે ? હે ગૌતમ ! કોઈ પામે અને કોઈ ન પામે. એ પ્રમાણે બલદેવપણું પણ જાણવું. પરન્તુ એટલી વિશેષતા છે કે શર્કરા પ્રભાનો નરયિક પણ બલદેવપણું પામે. એ પ્રમાણે વાસુદેવપણું બે પૃથિવીથી અને અનુત્તરૌપપાતકિ સિવાયના વૈમાનિકોથી નીકળી પ્રાપ્ત કરે. બાકીના સ્થાનોથી આવી ન પ્રાપ્ત કરે. માંડલિકપણું નીચેની સાતમી નરકમૃથિવી, તેજસ્કાય અને વાયુકાય સિવાયના બાકીના સ્થાનોથી આવી પ્રાપ્ત કરે. ચક્રવર્તીના સેનાપતિ રત્ન, ગાથાપતિ. રત્ન, વાધરિત્ન, પુરોહિતરત્ન અને સ્ત્રીરત્ન સંબંધે એમ સમજવું. પરન્તુ તે અનુત્ત. રીપપાતિક સિવાયના બાકીના. 0ોનાથી આવીને થાય. અશ્વરત્નપણું અને હસ્તીરત્ન પણું રત્નપ્રભાથી આરંભી નિરંતર સહસ્ત્રાર સુધીના સ્થોનાથી આવી કોઈ પ્રાપ્ત કરે અને કોઈ ન પ્રાપ્ત કરે. ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દેડરત્ન, અનિરત્ન, મણિરત્ન, અને કાકણીરત્ન એઓનો આવી કોઈ પ્રાપ્ત કરે અને કોઈ ન પ્રાપ્ત કરે. ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દેડરત્ન, આમિરત્ન, મણિરત્ન, અને કાકણીરત્ન એઓનો અસુરકુમારથી આરંભી નિરન્તર ઈશાન સુધીના સ્થાનોથી આવીને ઉપપાત સમજવો. બાકીના સ્થાનોથી “એ અર્થ સમર્થ નથી' એમ પ્રતિષેધ કરવો. [પ૦૭ હે ભગવન્! દેવલોકમાં ઉત્પન્ન થતા અસંયત ભવ્ય-દેવલોકમાં ઉત્પન્ન થવાને યોગ્ય દ્રવ્યદેવો, અવિરાધિત સંયમવાળા જેમણે સંયમની વિરાધના કરી નથી એવા, વિરાધિત સંયમવાળા- અવિરાધિત દેશવિરતિવાળા, વિરાધિત દેશવિરતિ વાળા જેણે અસંજ્ઞી, તાપસો, કાંદપિકો, ચરક-પરિવ્રાજકો, કિલ્બિષિકો, તિર્યંચો, આજિ વકો, આભિયોગિકો અને દર્શનભ્રષ્ટ થયેલા-સ્વલિંગીઓમાં કોનો કયાં ઉપપાત કહ્યો છે? હે ગૌતમ ! અસંયત ભવ્ય દ્રવ્યદેવોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટ ઉપર ના રૈવેયકોમાં અવિરાધિત સંયમવાળાનો જઘન્યથી સૌધર્મ કલ્પમાં અને ઉત્કૃષ્ટથી ! સર્વાર્થસિદ્ધમાં, વિરાધિત સંયમવાળાનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી સૌધર્મ કલ્પમાં, અવિરાધિત દેશવિરતિવાળાનો જધન્યથી સૌધર્મ કલ્પમાં અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org