Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧૬ 321 એટલે મનુષ્યો સંબધે એંશી ભાંગા થાય છે. વ્યન્તર જ્યોતિર્ષિક અને વૈમાનિકો અસુરકુમારોની પેઠે જાણવા. 4i41] હે ભગવનું ! ગતિપ્રપાત કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો પ્રયોગગતિ, તતગતિ, બન્ધનછેદનગતિ, ઉપપતગતિ, વિહાયોગતિ, પ્રયોગ ગતિ. કેટલા પ્રકારની છે ? પ્રયોગગતિ પંદર પ્રકારની છે. સત્યમનપ્રયોગગતિ ઈત્યાદિ જેમ પ્રયોગ કહ્યો તેમ આ પ્રયોગગતિ પણ કહેવી. યાવતુ- કાશ્મણ શરીર- કાયપ્રયોગ ગતિ સુધી કહેવું. હે ભગવન્! જીવોને કેટલા પ્રકારની પ્રયોગગતિ કહી છે? હે ગૌતમ! પંદર પ્રકારની.સત્યમનઃપ્રયોગગતિ, યાવતુ-કાશ્મણશરીરકાયપ્રયોગગતિ હેભગવનું ! નૈરયિકોને કેટલા પ્રકારની પ્રયોગગતિ હોય છે ? હે ગૌતમ ! અગિયાર પ્રકારની. સત્યમનપ્રયોગગતિ-ઈત્યાદિ એ પ્રમાણે ઉપયોગ-આપી જેને જેટલા પ્રકારની પ્રયોગ ગતિ હોય તેને તેટલા પ્રકારની વૈમાનિકો સુધી કહેવી હેભગવન્! જીવો સત્યમન પ્રયોગગતિવાળા, યાવતુ કાર્મણશરીરકાયપ્રયોગગતિવાળા હોય?હે ગૌતમ ! બધાય જીવો સત્ય મન પ્રયોગગતિવાળા પણ હોય ઇત્યાદિ પૂર્વે કહેલું તેજ કહેવું, ભાંગા પણ તેમજ કહેવા. એમ યાવતું વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે પ્રયોગગતિ કહી. હે ભગવન્! તતગતિ કેવા પ્રકારની છે? હે ગૌતમ ! જેણે ગામ યાવતુ સંનિવેશ તરફ પ્રયાણ કર્યું હોય, પરંતુ ત્યાં પહોંચ્યા સિવાય માર્ગમાં વર્તતો હોય તે તતગતિ. એમ તતગતિ કહી. બધુનછેદનગતિ કેવા પ્રકારની છે ? જીવ શરીરથી જુદો પડતા અને શરીર જીવથી જુદું પડતાં બન્ધનછેદગતિ થાય છે. એમ બન્ધનોદનગતિ કહી. ઉપપાતગતિ કેટલા પ્રકારની છે ? ઉપપાતગતિ ત્રણ પ્રકારની. ક્ષેત્રો પપાતગતિ, ભવોપપાતગતિ,નોભવોપપાતગતિ. ક્ષેત્રોપપાત ગતિ કેટલા પ્રકારની છે ? ક્ષેત્રોપપાતગતિ પાંચ પ્રકારની. નૈરયિક ક્ષેત્રોપપાતગતિ, તિર્યંગ્યોગિકક્ષેત્રોપપાતગતિ, મનુષ્યક્ષેત્રોપપાતગતિ, દેવક્ષેત્રોપ પાતગતિ, સિદ્ધક્ષેત્રો પપાતગતિ. નરયિકક્ષેત્રોમપાતગતિ કેટલા પ્રકારની છે ? સાત પ્રકારની. રત્નપ્રભાકૃથિવીરયિકક્ષેત્રો પપાતગતિ, યાવતુ અધઃ સપ્ત મપૃથિવીનરયિકક્ષેત્રોપપાતગતિ. તિર્યંચયોનિક ક્ષેત્રોપપાતગતિ કેટલા પ્રકારની છે ? પાંચ પ્રકારની. એકેન્દ્રિયતિર્યંચયોનિકક્ષેત્રોપપાતગતિ, યાવતુ પંચેન્દ્રિયતિર્યંચનિક્ષેત્રોમપાતગતિ.મનુષ્યક્ષેત્રોમપાતગતિ કેટલા પ્રકારની છે?બે પ્રકારની. સંમૂચ્છિક - મનુષ્યક્ષેત્રોમપાતગતિ અને ગર્ભજ મનુષ્યક્ષેત્રોપપાતગતિ. દેવક્ષેત્રોપપાતગતિ કેટલા પ્રકારની છે ? ચાર પ્રકારની. ભવનપતિદેવક્ષેત્રોપપાતગતિ, યાવતુ વૈમાનિકદેવ ક્ષેત્રોપપાતગતિ. સિદ્ધક્ષેત્રોપપાતગતિ કેટલા પ્રકારની છે ? અનેક પ્રકારની. જંબૂદીપ નામે દ્વીપમાં ભારત અને એરાવત ક્ષેત્રની ઉપર સપક્ષ. અને સપ્રતિદિસિદ્ધક્ષેત્રોમપાતગતિ કહી છે. જંબૂદ્વીપમાં ચુલ્લ હિમવંત અને શિખરી પર્વતની ઉપર ચારે દિશાએ અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રો પપાતગતિ કહી છે. જંબૂદીપમાં હેમવત અને હૈરણ્યવત ક્ષેત્રની ઉપર, જંબૂદ્વીપનામે દ્વીપમાં શબ્દપાતી. અને વિકટાપાતી વૃત્ત વૈતાદ્યની ઉપર, જંબૂદ્વીપ નામે દ્વીપમાં મહાહિમવંત અને રમી વર્ષધર પર્વતની ઉપર, જંબૂઢીપ નામે દ્વીપમાં હરિવર્ષ અને રમ્યક વર્ષની ઉપર, જંબૂદ્વીપ નામે દ્વીપમાં ગન્ધાપાતી અને માલ્યવંત વૃત્ત વૈતાઢ્યની ઉપર, જંબૂદ્વીપ નામે દ્વીપમાં નિષધ અને નીલવંત વર્ષધર પર્વતની ઉપર, જંબૂદીપ નામે દ્વીપમાં પૂર્વ વિદેહ અને [21] www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only