Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧૮ 345 આભિનિબૌધિક જ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! એમ જ જાણવું. એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે જાણવું. અવધિજ્ઞાની સંબંધે પણ એમ જ સમજવું. પરન્તુ તે જધન્યથી એક સમય છે. હે ભગવન્! મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનીએ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન કોડ પૂર્વ વર્ષ સુધી હોય છે. કેવલજ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સાદિ અનન્ત કાળ પર્યન્ત હોય છે. અજ્ઞાની, મતિઅજ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અજ્ઞાની, મતિઅજ્ઞાની ત્રણ પ્રકારે છે. અનાદિ અનન્ત, અનાદિ સાત્ત અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્ત મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાળ હોય છે અને ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધ પુલપરાવર્ત સુધી હોય છે. હે ભગવન્! વિભૃગજ્ઞાની વિર્ભાગજ્ઞાની’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ અધિક તેત્રીશ સાગ રોપમ સુધી હોય છે. [483] હે ભગવન્! ચક્ષુદર્શન ચક્ષુદર્શની’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્વ અને ઉત્કર્ષથી કંઈક અધિક હજાર સાગરોપમ સુધી હોય. હે ભગવન્! અશુદર્શની “અચક્ષુદર્શની એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! અચક્ષુદર્શની બે પ્રકારે છે અનાદિ અનન્ત, અને અનાદિ, સાન્ત. અવધિદર્શની ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક અધિક 132- સાગરોપમ સુધી હોય. કેવલદર્શની કેવલદર્શની એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત. [484] હે ભગવન્! સંયત “સંત” એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય ? હે ગૌતમ!જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ પર્યન્ત હોય. હે ભગવનું અસંયત “અસંયત’ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ! અસંયત ત્રણ પ્રકારના છે. અનાદિ અનન્ત, અનાદિ સાન્ત, અને સાદિ સાત્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધ પગલપરાવર્ત કાળ સુધી હોય. સંતાસંયત ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન કોડ પૂર્વ વર્ષ સુધી હોય. નોસંયત- નોઅસંયત નોસંયતાસંયત (સિદ્ધ) ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. [485] હે ભગવન્! આહારક “આહારક એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ ! આહારક બે પ્રકારે છે. છવસ્થ આહારક અને કેવલી આહારક. હે ભગવન્! છ દસ્થ આહારક છદ્મસથ આહારક એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી બે સમય ન્યૂન સુલક ભવ સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી કાળ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે. હે ભગવન્! કેવલી આહારક ‘કેવલી આહારક એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જાન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ સુધી હોય. હે ભગવન્! અનાહારક “અનાહારક એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! અનાહારક બે પ્રકારે છે. છદ્મસ્થ અનાહારક અને કેવલી અનાહારક. હે ભગવન્! છદ્મસ્થ અનાહારક ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે સમય સુધી હોય. હે ભગવનું ! કેવલી અનાહારક કેવલી અના હારક એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! કેવલી અનાહારક બે પ્રકારે છે. સિદ્ધ કેવલી અનાહારક અને ભવસ્થ કેવલી અનાહારક. સિદ્ધ કેવલી અનાહારક સંબંધે પૃચ્છા. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org