Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 324 પન્નવસા - 171443 યાવતુ વારંવાર નિઃશ્વાસરૂપે મૂકે છે. તેમાં જે અલ્પશરીરવાળા છે તે અલ્પ પુદગલોનો આહાર કરે છે, યાવતું નિશ્વાસરૂપે મૂકે છે. કદાચિત આહાર ગ્રહણ કરે છે, યાવતું કદાચિત મૂકે છે, એ હેતુથી એમ કહું છું કે નરયિકો બધા સમાન આહારવાળા નથી, બધા સમાન શરીરવાળા નથી અને બધા સમાન ઉચ્છુ વાસનિ:શ્વાસવાળા નથી.” 4i ] હે ભગવન્! નરયિકો બધા સમાનકર્મવાળા છે ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો? હે ગૌતમ ! નૈરયિકો બે પ્રકારના છે. પૂર્વે ઉત્પન્ન થયેલા, અને પાછળ ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે અલ્પ કર્મવાળા છે અને પાછળ ઉત્પન્ન થયેલા છે તે મહાકર્મવાળા છે. તે હેતુથી હે ગૌતમ! એમ કહું છું. હે ભગવન્! નૈરયિકો બધા સમાનવર્ણવાળા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! નૈરયિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે-પૂર્વે ઉત્પન્ન થયેલા અને પાછળ ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધતર વર્ણવાળા અને જે પાછળ ઉત્પન્ન થયેલા છે તે અવિશુદ્ધવર્ણવાળા છે, એ હેતુથી હે ગૌતમ! એમ કહું છું. એ પ્રમાણે જેમ વર્ણ સંબંધે કહ્યું તેમ લેશ્યાસંબંધે વિશુદ્ધલેશ્યાવાળા અને અવિશુદ્ધલેશ્યાવાળા કહેવા. હે ભગવન્! નરયિકો બધા સમાનદવાળા છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! નૈરયિકો બે પ્રકારના છે, તે આ પ્રમાણે- સંજ્ઞીભૂતસમ્યવૃષ્ટિ અને અશીભૂતમિથ્યાવૃષ્ટિ. તેમાં જેઓ સંજ્ઞીભૂત છે તે મહાવેદનાવાળા છે અને અસશીભૂત છે તે અલ્પવેદનાવાળા છે. ૪િ૪પ હે ભગવન્! બધા નૈરયિકો સમાનક્રિયાવાળા છે? હે ગૌતમ! આ અર્થ યુક્ત નથી. ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારના છે, સમ્યગ્દષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્પમ્પિય્યાવૃષ્ટિ. તેમાં જે સમ્યગ્દષ્ટિ છે તેઓને ચાર ક્રિયાઓ થાય છે. આરંભિકી પારિગ્રહિકી, માયાપ્રત્યયિક અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જે મિથ્યાદ્રષ્ટિ અને સમૃમિથ્યાદ્રષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ થાય છે. તે આ પ્રમાણે આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યા દર્શનપ્રયિકી. હે ભગવન્! નૈરયિકો બધા સમાનઆયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! નૈરયિકો ચાર પ્રકારના છે. કેટલાક સમાન આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા, કેટલાક સમાનઆયુષવાળા અને વિષમ-સમયે ઉત્પન્ન થયેલા, કેટલાક વિષમ-આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા અને કેટલા એક જુદા જુદા આયુષવાળા અને જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા. [46] હે ભગવન્! બધા અસુરકુમારો સમાન આહારવાળા છે? એમ સમશરીરરાદિ બધા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! આ અર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? નૈરયિકોની પેઠે કહેવું. હે ભગવન્! અસુરકુમારો બધા સમાન કર્મવાળા છે? હે ગૌતમ! આ અર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! અસુરકુમારો બે પ્રકારના છે, તે આ પ્રમાણે પૂર્વે ઉત્પન્ન થયેલા અને પછી ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે મહાકર્મવાળા છે અને જે પછી ઉત્પન્ન થયેલા છે તે અલ્પકર્મવાળા છે, એ પ્રમાણે વર્ણ અને વેશ્યા સંબંધે પૃચ્છા કરવી. તેમાં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org