Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧૬ 323 જાય છે તે નૌકાગતિ. નયગતિ કેવા પ્રકારની છે? જે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયોની ગતિ-પ્રવૃત્તિ, તે નયગતિ. છાયાગતિ કેવા, પ્રકારની છે ? જે ઘોડાની છાયા, હાથીની છાયા, મનુષ્યની છાયા, કિન્નરની છાયા, મહોરગની છાયા, ગાંધર્વનો છાયા, વૃષભની છાયા, રથની છાયા અને છત્રની છાયાને અનુસરી ગમન કરે તે છાયાગતિ છાયાનુપાતગતિ કેવા પ્રકારની છે ? જે કારણથી પુરુષને છાયા અનુસરે છે, પણ પુરુષ છાયાને અનુસરતો નથી, તે છાયાનુપાતગતિ. લેશ્યાગતિ કેવા પ્રકારની છે ? કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને હૂપપણે-તે વર્ણપણે, તે ગન્ધપણે, તે રસપણે અને તે સ્પર્શપણે જે વારંવાર પરિણમે છે, એ પ્રમાણે નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને તદ્રુપ પણે યાવતું તે સ્પર્શપણે પરિણમે છે, એમ કાપોતલેશ્યા પણ તેજલેશ્યાને, તોલેશ્યા પણ પદ્મવેશ્યાને અને પત્રલેશ્યા પણ શુક્લલેશ્યાને પામીને જે તદ્રુપપણે યાવતુ પરિણમે છે તે લેશ્યાગતિ. લશ્યાનુપાતગતિ કેવા પ્રકારની છે ? જે લેગ્યા વાળાં દ્રવ્યો ગ્રહણ કરી મરણ પામે છે અને તે વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે. જેમકે કૃષ્ણલેશ્યાવાળામાં, યાવતુ- શુક્લલેશ્યાવાળામાં, તે લેશ્યાનપાતગતિ. ઉદિશ્વપ્રવિભક્તગતિ કેવા પ્રકારની છે ? જે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણી, ગણધર કે ગણાવચ્છકને ઉદ્દેશી ઉદ્દેશીને જે ગમન કરે તે ઉદિશ્ય પ્રવિભક્તગતિ. ચતુઃપુરુષપ્રવિભક્તગતિ કેવા પ્રકારની છે ? જેમકે ચાર પુરુષો એક સાથે તૈયાર થાય અને એક સાથે પ્રયાણ કરે એક સાથે તૈયાર થાય અને જુદા જુદા સમયે પ્રયાણ કરે જુદા જુદા કાળે તૈયાર થાય જુદા જુદા કાળે પ્રયાણ કરે અને જુદા જુદા કાળે તૈયાર થાય અને સાથે પ્રયાણ કરે તે ચતુ પુરુષ પ્રવિભક્તગતિ. વક્રગતિ કેટલા પ્રકારની છે ? વિક્રગતિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે ઘટ્ટનતા, સ્તંભનતા, શ્લેષણતા અને પતનતા. પંકગતિ કેવા પ્રકારની છે ? જેમ કોઈ પુરુષ પંક-કીચડમાં કે પાણીમાં પોતાના શરીરને ટેકો આપીને ગમન કરે તે પંકગતિ. બન્ધનવિમોચનગતિ કેવા પ્રકારની છે ? પક્વ થયેલાં અતિ પાકેલા અને બન્ધનથી જુદા થયેલા આમ્ર, અંબાડક, બીજોરાં, બીલાં. કોઠાં, ભચુ ફણસ, દાડમ, પારાવત, અખોડ, ચાર, બોર અને હિંદુકની નિવ્રયાઘાત નીચે સ્વાભાવિક ગતિ થાય તે બન્ધવિમોચનગતિ. પદ-૧દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૧૭-લેશ્યા) -: ઉદેસોઃ 1 - [42] સમઆહાર સમશરીર અને સમઉવાસ, સમક”. સમવર્ણ, સમ લેશ્યા, સમવેદના,સમક્રિયા,અને સમઆયુષ-એ સાત અધિકારો પ્રથમ ઉદ્દેશકમાં છે. [૪૩હે ભગવન્! નૈરયિકો બધા સમાન આહારવાળા, બધા સમાન શરીર વાળા અને બધા સમાન ઉચ્છુવાસનિઃશ્વાસવાળા છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે હે ગૌતમ ! નરયિકો બે પ્રકારના કહ્યા છે, મહાશિરીરવાળા અને અલ્પશરીરવાળા, તેમાં જેઓ મહાશરીરવાળા છે તેઓ ઘણા પુદ્ગલોનો આહાર કરે છે, ઘણા પુદ્ગલોને પરિણાવે છે, ઘણા પુદ્ગલોને ઉછુવાસરૂપે ગ્રહણ કરે છે અને ઘણા પુદ્ગલોને નિઃશ્વાસરૂપે મૂકે છે. વારંવાર આહાર કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org