Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ પદ-૧૭, ઉદેસી-૪ 335 પરિણમે છે, હે ભગવન્! અવશ્ય નીલલેશ્યા કૃષ્ણલેશ્યા યાવતુ શુક્લલેશ્યાને પામી તદરૂપપણે યાવતું વારંવાર પરિણમે ? હા ગૌતમ ! એમજ છે. કાપોતલેયા કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લલશ્યાને પામી, એ પ્રમાણે તેજલેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત, પા અને ફુલલેશ્યાને પામી, એમ પલેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત, તેજસ્ અને શુક્લલેશ્યાને પામી યાવતું વારંવાર પરિણમે ? હા ગૌતમ ! તેમજ છે. હે ભગવાન ! શુકલેશ્યા કૃષ્ણલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા અને પાલેશ્યાને પામી થાવતુ વારંવાર પરિણમે? હા ગૌતમ તેમજ છે. 4i64] હે ભગવન! કૃષ્ણલેશ્યા વર્ણથી કેવા પ્રકારની છે ? હે ગૌતમ ! જેમ કોઈ મેઘ, અંજન, ખંજન, કાજળ, પાડાનું શીંગડું, ગવલવલય, જાંબુ, લીલા અરીઠાનું ફૂલ, કોયલ, ભ્રમર, ભ્રમરની પંક્તિ, હાથીનું બચ્ચું, કૃષ્ણ કેસર-કાળું બકુલનું ઝાડ, મેઘાચ્છાદિતઆકાશખંડ, કૃષ્ણ અશોક, કાળી કણેર અને કાળી બંધુજીવક છે, શું એવા પ્રકારની કૃષ્ણલેશ્યા હોય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ યુક્ત નથી. કૃષ્ણલેશ્યા તેથી વધારે અનિષ્ટ, અત્યંત અકાંત, અત્યન્ત અપ્રિય, અતિઅમનોજ્ઞ, અને મનને ન ગમે તેવી વર્ણ વડે કહેલી છે. હે ભગવન્! નીલલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કોઈ ભૃગ, ભૃગની પાંખ, ચાસ, ચાસપિચ્છ, શુક, શુકપિચ્છ, પ્રિયંગુ, વનરાજિ, ચિંતક, પારેવાની ગ્રીવા, મોરની ગ્રીવા, બલદેવનું વસ્ત્ર, અલસી પુષ્પ, વણનું કુસુમ, અંજન કેશિકાનું કુસુમ, નીલોત્પલ, નીલા શોક, લીલું કણવીર, અને લીલું બંધુજીવક છે, એવા પ્રકારની નલલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એથી વધારે મનને ન ગમે તેવી વર્ણ વડે કહેલી છે. હે ભગવન્! કાપોતલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની કહી છે? હે ગૌતમ ! જેમ કોઈ ખરસાર, કરીરસાર, ઘમાસાસાર, તંબતામ્ર, તંબકરોડ, તંબ છેવાડિયા, વેંગણીના પુષ્પ, કોકિલચ્છદ પુષ્પ અને જવાસાકુસુમ છે. કાપોતલેશ્યા એવા પ્રકારની હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. કાતલેશ્યા એથી અનિષ્ટતર, યાવતું મનને ન ગમે તેવી વર્ણ વડે હોય છે. હે ભગવન્! તેજલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે ? હે ગૌતમ! જેમ કોઇ સસલાનું રુધિર, ઘેટાનું રુધિર, ડુક્કરનું રુધિર, સાબરનું રુધિર, મનુષ્યનું રુધિર, ઈન્દ્રગોપ, નવો ઈન્દ્રગોપ. બાળ સૂર્ય, સંધ્યાનો રંગ, અર્ધ ચણોઠીનો રંગ, જાતિહિંગલો, પ્રવાલાંકુર, લાક્ષારસ, લોહિતાક્ષણમણિ, કરમજી રંગવાળી કાંબલ, હાથીનું તાળવું, ચીનપિષ્ટરાશિ પારિ જાતકુસુમ, જાસુદના ફુલ, કેસુડાનાં ફુલનો રાશિ, રક્તોત્પલ, રક્તાશોક, રક્ત કણેર અને રક્ત બધુજીવક છે. તેજલેશ્યા એવા પ્રકારની છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. તેજલેશ્યા એથી વધારે ઇષ્ટ, યાવતુ મનને ગમે એવી વણે વડે કહેલી છે. હે ભગવન! પાલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કોઈ ચંપો, ચંપાની છાલ, ચંપકભેદ હલદર, હલદરની ગોળી, હલદરનો ખંડ, હડતાલ, હડતાલ ગુટિકા, હડતાલખંડ, ચિકુર, ચિકુરરાગ, સુવર્ણની છીપ, શ્રેષ્ઠ સુવર્ણનો કસ, વાસુદેવનું વસ્ત્ર, અલ્લકી પુષ્પ, ચંપકપુષ્પ, કર્ણિકાર કણેર પુષ્પ, કૂષ્માંડકુસુમ. સુવર્ણ જૂઇ, સુહિરયિકા કુસુમ, કોટકની માલા, પીળો અશોક, પીત કણવીર, અને પીત બંધુજીવક છે, એવા પ્રકારની પાલેશ્યા હોય ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પદ્મલેખ્યા એથી અત્યંત ઈષ્ટ, વાવતું અત્યંત મનને ગમે તેવી વર્ણ વડે કહેલી છે. હે ભગવન્! શુક્લલેશ્યા વર્ણ વડે કેવા કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org